________________ ન ધનસાર કથા. 119 અથરા નામે નગરી છે. ત્યાં ધનસાર નામે વ્યવહારી રહેતા હતા. તેની પાસે છાસઠ કેટી દ્રવ્ય હતું. તેમાં બાવીશ કેટિ જમીનમાં, બાવીશ કેટિ વ્યવહારમાં અને બાવીશ કેટિ દેશાંતરના વ્યાપારમાં ગોઠવી ધનાધિપત્યને પાળતો તે વ્યાપાર કરતો હતે. આટલું દ્રવ્ય છતાં પણ તે અતૃપ્ત હેવાથી કયાંય પણ શાંતિ પામતે નહોતું. તે કોઈને પણ વિશ્વાસ કરતા નહિ, સ્વલ્પ ધન પણ ભેગવતે નહિ, દીનાદિકને અ૫ દાન પણ કરતા નહીં, લવણસમુદ્રના જળની જેમ તેનું ધન અગ્ય હતું. યાચક ઘરે આવતાં તેનું મસ્તક દુખવા આવતું અને તેની યાચના સાંભળતાં તેનું હૃદય બળી જતું હતું. ભિક્ષુકાદિને ભિક્ષા આપતા ઘરના માણસને જોઈને તેને મૂચ્છ આવી જતી અને તરત તે તેમ કરતાં અટકાવતા હતા. દાનની વાત તે દૂર રહો, પણ સરસ અન્ન અને ધૃતાદિક પણ તે ખાતે નહિ. દાન આપતા પાડેશીને પણ તે જોઈ શકો નહિ. દેવાદિ ધર્મકાર્યમાં કોઈ તેને પ્રેરણ કરે, તે તે દાંત મેળવી નિચેષ્ટ થઈને બેસી રહે. વધારે શું કહેવું? ઘરના માણસે પણ તે બહાર જાય ત્યારેજ ભજન કરતા હતા. કહ્યું છે કે –“દાન શબ્દમાંથી ઉદાર પુરૂષાએ પ્રથમાક્ષર (દા) લઈ લેતાં જાણે એની સ્પર્ધાથીજ હોય તેમ કૃપણુજનેએ () અક્ષર પકડી રાખે છે.” કૃપણપણથી લેકેએ તેનું મહાકૃપણ એવું નામ પાડયું. કેઈવાર તે તુચ્છ તેલ, તુવર અને વાલથી ભોજન કરતે અને કોઈવાર ગરમ તે કોઇવાર કેહી ગયેલું જમતો હતો. એમ કરતાં તેને કેટલાક કાળ વ્યતીત થ. એક દિવસે જમીન ખોદીને એકાંતમાં બેસી તે પોતાનું નિધાન જુએ છે, તેવામાં ત્યાં અંગારા (કોયલા) જેવામાં આવ્યા, એટલે તે શંકિત થઈને બીજા પણ બધા દાટેલાં નિધાન જેવા લાગ્યો. તે ત્યાં પણું મંડા, સર્પ અને વીંછી વિગેરે જોઈને હદય કૂટીને તે જમીનપર પડ્યું, અને અત્યંત દુઃખિત થઈને વિલાપ કરવા લાગ્યા. તેવામાં તેના સમુદ્રમાં ગયેલા વહાણે ભાંગવાના સમાચાર કેઈએ આવીને તેને કહ્યા, તે સાથે પગરસ્તે ગયેલા શકટ લુંટાવાના સમ P.P.AC. Guniatnast? M.S. Jun Gun Aaradhak Trust