________________ 108 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. કરી. પછી તે સાર્થવાહનું ગૃહકામ કરવા લાગી. તેના રૂપ અને લાવશ્યથી સાર્થેશ અત્યંત હિત થઈને વિકારવશ થયો. એટલે તે સાર્થવાહે પોતાના માણસે પાસે રાણીને કહેવરાવ્યું કે તું મારા ઘરની સ્વામિની થા.” એમ સાંભળીને તે બહ કુપિત થઈ. તે રાણું સરાગપર અત્યંત વિરાગી થઈ ગઈ. પછી સાર્થવાહ તેને સ્વભાવ જાણીને અંતરમાં દુષ્ટ છતાં બાહ્ય વૃત્તિથી તેને ખમાવવા લાગ્યું; એટલે સાથેશના કથનથી રાણું વિશ્વાસ પામી અને તેનું કાર્ય કરવાને નિરંતર ત્યાં જવા લાગી. એકદા પ્રયાણના દિવસે વિશેષ કાર્ય બતાવી તેને મુગ્ધ પણ થી છેતરી સાર્થવાહે અટકાવી રાખી, અને શેષ દિવસ વ્યતીત થતાં સાર્થેશે પિતાના નગર તરફ પ્રયાણ કર્યું, એટલે તે રાણું સાર્થમાં સપડાઈ ગઈ. તેને લઈને માગે સાર્થવાહ વિવિધ ઉપાયથી તેને ક્ષોભ પમાડવાનો પ્રયત્ન કર્યો, પણ રાણું ક્ષોભ ન પામી. તે તો પિતાના પતિનું સ્થાન ધરી મનજ ધરી રહી, એટલે તે પાપી તેના શીલને ભંગ કરી ન શકે; પરંતુ રાણું મહા દુઃખથી દિવસો ગાળવા લાગી. અહીં તેના પતિ રાજાને ગૃહિણી વિના અત્યંત દુઃખ થઈ પડ્યું. પુટપાક સમાન દુઃખને અનુભવ કરતાં તે અંતરમાં વિચારવા લાગ્યા કે -અહે! હું ખરેખર કઠેર હૃદયને છું, કેમકે રાણના દુ:ખને તો વિચારજ કરતો નથી. મારા વિયેગથી પીડિત થયેલી તે શું કરશે? ઠીક છે, હે દૈવ ! તારા મરથ ભલે પૂરા થાય.” એ પ્રમાણે વિચારતાં કિંકર્તવ્યતા-મૂઢ બનીને જેટલામાં બેઠે છે તેને ટલામાં શ્રીસારશેઠ ત્યાં આવ્યું. પોતાના પાડાના માણસની સંભાળ કરતાં તે (રાજા) જેવામાં આવ્યું. એટલે શેઠ બોલ્યા કે “હે ભદ્ર! તું ચિંતાતુર કેમ દેખાય છે?” રાજા લજજાવશ થઈને ઉત્તર આપી ન શકે, એટલે પાસે રહેલા માણસોએ શ્રેષ્ઠીની આગળ બધું યથાતથ્ય કહી સંભળાવ્યું; એટલે શેઠ બોલ્યા કે “હે મહાભાગ! હવે શું થાય! કર્મની ગતિ વિષમ છે. કહ્યું છે કે- વર્ધમાન જિનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust