________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. એકદી મધ્યરાત્રે તેની કુળદેવતા આવીને ખિન્ન વદને તે રાજાને આ પ્રમાણે કહેવા લાગી કે –“અહો રાજન! જેને પ્રતીકાર ન થઈ શકે એવી માઠી અવસ્થા તારાપર આવવાની છે. અત્યારે તારૂં થવનવય છે, આગળપર વૃદ્ધવય થશે. તારા વચનની ખાતર હું સ્વપ્રભાવથી કાળવિલંબ કરી શકું તેમ છું. જે કહે તે નવાવનમાં તેવી અવસ્થા પ્રગટ થાય અને જે કહે તે વૃદ્ધવયમાં તેવી અવસ્થા પ્રગટ થાય ? મારાથી કાળવિલંબ થઈ શકે તેમ છે, પણ મૂળથી તેને ઉ. છેદ થઈ શકે તેમ નથી.” આ પ્રમાણેનાં કુળદેવીનાં વચન સાંભળીને રાજા હૃદયમાં બહુજ ખેદ પામે. છેવટે વૈર્ય પકડી તેને નમ સ્કાર કરીને આ પ્રમાણે છે કે –“હે માતા ! જીવે જે શુભાશુભ કર્મ કર્યો છે, તે તેનેજ ભેગવવાનાં હોય છે, કહ્યું છે કે-જેમ હજાર ગામાં વત્સ પિતાની માતાને શોધી લે છે, તેમ પૂર્વકૃત કર્મ કર્તાને અનુસરે છે. " “કેટીકલ્પ–લા વરસો જતાં પણ કૃતકને ક્ષય થતો નથી; જીવે કરેલ શુભાશુભ કર્મ અવશ્ય તેને ભેગવવાંજ પડે છે. માટે જે થવાનું હોય તે થાઓ. હે દેવી! વૃદ્ધ વયમાં હું દુર્દશા ભેગવવાને અસમર્થ છું, માટે તે અવસ્થા અત્યારે જ પ્રાપ્ત થાઓ.” પછી તે કુળદેવી ખિન્ન થઈને સ્વસ્થાને ગઈ, અને રાજાએ ધૈર્ય ધરીને વિકટ અવસ્થા સ્વીકારી લીધી. કારણ કે - "विपदि धैर्यमथाभ्युदये क्षमा, सदसि वाक्पटुता युधि विक्रमः / यशसि चाभिरूचिर्व्यसनं श्रुतौ, प्रकृति सिद्धमिदं हि महात्मनाम्॥ ' “વિપત્તિમાં ઘેર્ય, અસ્પૃદયમાં ક્ષમા, સભામાં વાપટુતા, યુદ્ધમાં પરાક્રમ, યશમાં અભિરૂચિ અને શાસ્ત્રમાં વ્યસન-એ મહાત્માએને સ્વભાવથી સિદ્ધ હોય છે.” રાજાએ વિચાર કર્યો કે - સુભટેએ તો આપત્તિ, મૃત્યુ અને શત્રુઓની સામે જવું જોઈએ, એટલા માટે પ્રેમવતી અને સતી સ્ત્રી અને મુગ્ધ બે બાળક–એટલુંજ મારે કુટુંબ છે, માટે રાજ્ય તજીને એ કુટુંબની સાથે હું અન્યત્ર ચાલ્યા જાઉં.” એમ નિશ્ચય કરી રાત્રે બનેલ વૃત્તાંત તેણે પ્રધાનને કહી સંભળાવ્યું. પછી “આ રાજ્યનું યથાવિધિ પાલન કરવું અને મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust