________________ સુંદર રાજાની કથા. 105 કરવી. આ કામગ યા) સાથે ચી ) સાથે જ હવે ચોથું અણુવ્રત–બ્રહ્મવ્રતનું પાલન કરવું, તેને પણ આ પ્રમાણેના પાંચ અતિચાર તજવા ગ્ય છે:–“ઈવર પરિગ્રહિત અંગના (કેઈએ અમુક મુદત માટે રાખેલી પરસ્ત્રી) સાથે ગમન કરવું, અપરિગ્રહીતા સ્ત્રી (વેશ્યા) સાથે ગમન કરવું, અન્યના વિવાહ કરવા, કામભેગને તીવ્ર અભિલાષ કરો અને અનંગકીડા કરવી.” જે પુરૂષો શીલવ્રતને ધારણ કરે છે તેમની–વ્યાધ્ર, વ્યાલ, જળ, વાયુ વિગેરેની આપત્તિ નાશ પામે છે, કલ્યાણ પ્રગટ થાય છે, દેવતાઓ તેને સહાય કરે છે, કીર્તિ વધે છે, ધર્મ વૃદ્ધિ પામે છે, પાપ નષ્ટ થાય છે અને સ્વર્ગ તથા મેક્ષનાં સુખ સંનિહિત થાય છે. પવિત્ર શીલ-કુળના કલંકને હરે છે, પાપ પંકને ક્ષીણ કરે છે, સુકૃતને . વધારે છે, લાધ્યતાને વિસ્તારે છે, દેવતાઓને નમાવે છે, દુર્ઘટે ઉપસને હણે છે અને સ્વર્ગ તથા મોક્ષને લીલામાત્રમાં આપે છે.” તેમજ વળી–જેઓ બ્રહ્મવ્રતમાં રક્ત થઈ પરસ્ત્રીથી વિરક્ત થાય છે, તે મહા તેજસ્વી તથા દેવતાઓને વંઘ થાય છે. પરસ્ત્રીને ત્યાગ કરનારા પુરૂષ તથા પરપુરૂષને ત્યાગ કરનારી સ્ત્રીઓને દેવ પણ અનુકૂળ થાય છે. આ સંબંધમાં નીચે જણાવેલું દષ્ટાંત ધ્યાન આપવા લાયક છે - સુંદરરાજાની કથા અંગદેશમાં સર્વત્ર પ્રસિદ્ધ એવું ધારાપુરનામે નગર છે. ત્યાં સ્વભાવે સુંદર એવો સુંદર નામે રાજા રાજ્ય કરતું હતું. તે રાજાને ભાગ્ય અને સૈભાગ્યના સ્થાનરૂપ, સતીજનના મુગટ સમાન અને અત્યંત વલ્લુભ-એવી મદનવલ્લભા નામે એકજ રાણુ હતી. તેમને કીરિપાલ અને મહીપાલ નામના બે પુત્ર હતા. ન્યાયધ માં એકનિષ્ઠ એવા તે રાજાના હૃદયમાં વિશેષ કરીને પરનારીના સહોદરવરૂપ દઢ વ્રત રહેલું હતું. આ વ્રત પાળવાથી સર્વના એક નિધાન એવા તે રાજાની કીર્તિ સર્વત્ર વિસ્તાર પામી. અનુક્રમે તેને બહુ કાળ વ્યતીત થઈ ગયે. 14 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust