________________ મહાબળની કથા. 103 નાં આવાં વચન સાંભળીને તે દૈવને નિર્માલ્ય ગણવા લાગ્યા. એમ કરતાં કેટલોક કાળ વ્યતીત થયા. એકદા શૃંગાર સજી કંઠમાં સુવર્ણની સાંકળી તથા હારાદિક પહેરી અશ્વપર બેસીને રાજાની સાથે રવાડીએ જતાં કંઈક કારણસર તેની સ્ત્રીએ તેને પાછો વાળીને ઘરે બેલાબે, એટલે તે ક્ષણવાર ઘરે રહીને પુન: વેગથી રાજાની પાછળ જવા ચાલ્યા. રસ્તામાં તે વટવૃક્ષની નીચે આવતાં મરણની શંકાથી તેણે અશ્વને ચાબુકથી સખ્ત રીતે માર્યો, એટલે અશ્વ એકદમ ઉછળે અને મહાબલના ગળામાં રહેલી સુવર્ણની સાંકળી પછવાડેના ભાગથી ઉછળીને તેજ વટની શાખાના કેઈ તીર્ણ ભાગમાં ભરાઈ ગઈ. નીચે રહેલે અશ્વ એકદમ આગળ ચાલ્યો ગયો, એટલે મહાબલ વડની શાખા સાથે લટકી જવાથી નિર્બળ થઈને પેલો લોક સંભારી બોલવા જતો હતો, તેવામાં તે કંઠે ફાંસો આવી જતાં પીડિત થઈને તે મરણ પામ્યો. લોકોએ તેને નીચે ઉતાર્યો અને તેને અનેક પ્રકારે પ્રતીકાર કરવામાં આબે, પણ તે સર્વ વૃથા ગયે. રાજાને તે ખબર પહોંચ્યા. એટલે કાનને શૂળરૂપ તે વચન સાંભળીને રાજા અત્યંત વિલાપ કરવા લાગ્યો-“હા ! વત્સ! તને આ શું થયું ? અરે એ વટવૃક્ષનું મેં મૂળથી કેમ ઉમ્મુલન ન કર્યું? અરે ! મેં પાપીએ એ શાખા પણ કેમ કપાવી નાખી નહિ ? અરે ! મેં તને બીજા નગરમાં પણ કેમ ન મોકલ્યો? દેવે મારે સર્વ રીતે અતિભ્રંશ કર્યો. અહો! સૈન્ય અને વાહનયુક્ત હું રક્ષક નાથ છતાં અનાથની જેમ તારી કેવી દુર્દશા થઈ? શું આ મારૂં નાથત્વ? અથવા તે મારાથી શું રક્ષા થઈ શકે ? અરે ! આ શું મેં મિથ્યાભિમાન કર્યું? કોઈએ હજી જરાને જર્જરીભૂત કરી નથી, અને મૃત્યુને કઈ જ નથી. માટે રે જીવ! ખટે ગર્વ કરતાં તને લજજા કેમ થતી નથી ? હું કર્તા, હું કર્તા, હું ધણી, હું ગુણી–એ બધું વૃથાજ છે. હે દૈવ! કેવળ મારી લલનાનું હરણ કરીને તું બેસી ન રહ્યો, આ પુત્રનું પણ તે હરણ કર્યું, અને મારા માનનું પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust