________________ પ સુંદર રાજાની કથા, 107 કોઈ જાતને પ્રતિબંધ ન કરે. હું અહીંથી દેશાંતર ચાલ્યા જઈશ.” એમ કહીને ભાવી અવસ્થાને ઉચિત વેષ ધારણ કરી રાજ્યાદિકનો તૃણની જેમ ત્યાગ કરી રાજા પોતાના કુટુંબની સાથે એકચિત્તે એક દિશા તરફ ચાલી નીકળે. ભાતાને માટે એક મુદ્રિકા સાથે લીધી હતી, તે પણ રસ્તામાં કોઈ ચેરે ચોરી લીધી. . . હવે આગળ ચાલતાં રસ્તામાં અબળા રાણુનું પ્રતિપાલન કરત, ક્ષુધા, તૃષા અને શ્રમથી કલાત થયેલા અને પગલે પગલે રૂદન કરતા બંને પુત્રને વારતો અને ભજન, નીર તથા વનફળાદિક આપીને તેમનું પ્રતિપાલન કરતે તે રાજ ઘણું પૃથ્વીને ઓળંગીને અનુક્રમે કેટલેક દિવસે પૃથ્વીપુર નામના નગરમાં આવ્યે. ત્યાં કિલ્લાના બાહ્ય ભાગમાં શ્રીસારશેઠના પાડામાં શ્રેષ્ઠીએ દયા લાવીને આપેલા એક ઘરમાં તે રાજાએ નિવાસ કર્યો. તે પોતે કોઈનું પણ કામ કરવાને અશક્ત હતું, અને પુત્ર બંને લઘુવયના હતા, એટલે સ્ત્રીસ્વભાવથી ગ્રહકર્મમાં કુશળ એવી રાણું પાડેશીઓના ઘરમાં તુચ્છ કામ કરીને બધાને નિર્વાડ ચલાવતી હતી. સ્વ૫ કાર્ય કરતાં છતાં પણ તેમના સુશીલત્વ, સુસાધુત્વ અને સુવચનથી કે તેમને બહુ માન આપતા હતા. કારણ કે - સ્થાનઝંરાજીવ તવંદના વર્ષના . अपरित्यक्तसौरभ्यं, वंद्यते चंदनं जनैः" // સ્થાન ભ્રષ્ટ થતાં, નીચ સંગ કરતાં, ખંડતાં અને ઘસાતાં પણ સુગંધને ન મૂકવાથી ચંદન જગતમાં માન પામે છે. જીર્ણ અને ઉતરેલાં વસ્ત્ર તથા લોક પાસેથી મળેલ ટાઠું લુખું ભોજન પણ તેમને પ્રિય થઈ પડ્યું. એમ કરતાં તેમને કેટલાક કાળ વ્યતિત થયે. એકદા કેઈ સાર્થવાહ દૂર દેશાંતરથી બહુ સાથે સંયુક્ત વ્યાપારને માટે ત્યાં આવીને શ્રીસારશ્રેણીના પાડાની નજીકના વનમાં ઉતર્યો. શ્રીસારશેઠની દુકાનેથી ધાન્ય ધૃત અને લવણેદિક લેતાં સાર્થવાહે પૂછયું કે અહીં કોઈ કામ કરનારી છે?” એટલે શ્રેષ્ઠીએ તે રાણુને બતાવી અને સાર્થવાહને ત્યાં કામ કરવા જવાની તેને પ્રેરણું * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust