________________ સુંદરરાજાની કથા. પિતાને વૃત્તાંત નિવેદન કર્યો. તે સાંભળીને દેવ સંતુષ્ટ થઈને બોલ્યા કે:-“અહે! તું ધન્ય છે, કે જેને આવા પ્રકારનો દઢ નિયમ છે. સંકટમાં પણ જેની આવી પ્રતિજ્ઞા છે. હું તારા સત્વથી સંતુષ્ટ થયો છું. હે વત્સ! વર માગ.” રાજ બોલ્યા કે –“હે સ્વામિન્ ! મારા સ્ત્રી પુત્રો ક્યાં છે? અને તે મને ક્યારે મળશે?” દેવે કહ્યું કે તને તારૂં કુટુંબ મળશે અને શીળના પ્રભાવથી તને રાજ્યની પણ પ્રાપ્તિ થશે. આ ચિંતામણિ રત્ન તું ગ્રહણ કર. એના પ્રભાવથી તારા અભિષ્ટની સિદ્ધિ થશે.” એ પ્રમાણે કહી ચિંતામણિ રત્ન આપીને દેવતાએ તેને પેલા આદિનાથના ચૈત્યમાં મૂક્યા. પછી સુંદરરાજા મુદિતપણે આમતેમભમતો શ્રીપુરનગરની નજીકના ઉપવનમાં આવ્યું અને એક આમ્રવૃક્ષ નીચે વિસામો ખાવા બેઠો. પછી તે આમ્રવૃક્ષનાં ફળોથી તેણે પોતાની ક્ષુધાને દૂર કરી. ત્યાં તેને માર્ગના શ્રમથી નિદ્રા આવતાં તે ઉંઘી ગયે. એવામાં તે નગરનો અપુત્રી રાજા મરણ પામે, એટલે રાજલેકેએ હસ્તી, અશ્વ, ચામર, છત્ર અને કુંભ-એ પાંચ દિવ્યપંચ શબ્દના નિનાદથી સંયુકત આગળ કર્યો. ભમતાં ભમતાં તે જ્યાં આમ્રતરૂ નીચે સુંદરરાજા સુતે છે ત્યાં આવ્યા, એટલે અવે હષારવ કર્યો, હાથીએ ગર્જના કરી, રાજાના મસ્તક પર કુંભનું જળ પડયું, છત્ર તેના મસ્તક પર સ્થિર રહ્યું અને બંને ચામર વીંજાવા લાગ્યા. પછી હાથીએ તેમને સુંઢવડે ઉપાડી પોતાની પીઠ ઉપર બેસાડ્યા. હાથી પર બેસીને દિવ્ય વેષ ધારણ કરી મહોત્સવપૂર્વક તેણે નગરમાં પ્રવેશ કર્યો. મંત્રી વિગેરે સર્વ નમ્યા, ત્યાં ભાગ્યને ઉદય થવાથી તે રાજ્ય કરવા લાગ્યા. અખંડ શીળના પ્રભાવથી અનામ સામંતે પણ તેની પાસે નગ્ન થઈ ગયા. એકદા પ્રધાનેએ મળીને તેમને એક રસી સાથે પાણિગ્રહણ કરવા માટે બહુ કહ્યું, છતાં પિતાની પ્રિયતમાના વિગજન્ય દુઃખથી રાજાએ તે વાત કબુલ ન કરી. ' : હવે અન્ય વિયુક્ત થયેલા રાજાના તે બંને કુમારે ભમતાં 15 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust