________________ ~~~~~ ~~ ~ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. - ~ ~ ~~~ પિતાના દુઃખના વૃત્તાંત અને પ્રોત્તર કરતાં ઘણું દુઃખ અનુભવેલું હેવાથી તેમને જે સુખ થયું તે સર્વજ્ઞજ જાણું શકે. શીલ અને સવના પ્રભાવથી રાજ્ય પ્રાપ્ત થયું અને સમગ્ર કુટુંબ મળ્યું, તેમજ બીજા દેશના રાજાઓ પણ શીલના પ્રભાવથી તેના વશવતી થયા. - હવે ધારાપુરમાં મંત્રી રાજાની પાદુકા સિંહાસન પર સ્થાપીને પ્રથમ પ્રમાણે રાજ્ય ચલાવતા હતા. એવામાં પોતાના સ્વમીને વૃત્તાંત જાણીને અમાત્યે એક વિજ્ઞપ્તિ પત્રિકા લખી પિતાના માણસને શ્રીપુર મોકલ્યું. તેણે સત્વર જઈને દ્વારપાળની અનુજ્ઞા મેળવી રાજાને નમસ્કાર કરી તેના ચરણની પાસે વિજ્ઞપ્રિપત્રિકા રજુ કરી. પછી રાજાના આદેશથી તે પત્રિકા ઉઘાડીને અમાત્ય વાં. ચવા લાગ્યું. તેમાં નીચે પ્રમાણે લખ્યું હતું - “સ્વસ્તિશ્રી શ્રીપુર નગરે પોતાના પ્રતાપથી બલિષ્ઠ શત્રુ રાજાઓને દબાવનાર મહારાજાધિરાજ શ્રી સુંદર મહાપ્રભુના ચરણકમળને ધારાપુરથી આદેશકારક સુબુદ્ધિ મંત્રી ઉત્કંઠાપૂર્વક નમન કરીને વિજ્ઞપ્તિ કરે છે કે આપના ચરણયુગલના રજકણના પ્રભાવથી અહીં શાંતિ છે. અપરંચ હે સ્વામિન્ ! સમસ્ત દેશજને આપના ચરણના દર્શનને ઈછે છે; માટે કૃપા કરીને આપ સત્વર અહીં પધારે. હવે વિલંબ કરશો નહિ.” ( આ પ્રમાણે સાંભળી લોકેાની પ્રીતિ અને મંત્રિની ભક્તિ જા ને અને પોતાના પૂર્વભક્ત રાજ્યનું સ્મરણ કરીને પ્રસન્ન થઈ રાજા છે કે:-“અહો! જે ઉત્તમ હોય છે, તે કદિ પણ પિતાની પ્રકૃતિને તજતા નથી. કહ્યું છે કે - તપ્ત પુનરા પુનઃ લવ તવળે, घृष्टं घृष्टं पुनरपि पुनश्चंदनं चारूगंधम् / fજીરિઝના પુના વાવવાનકુ, - प्राणांतेऽपि प्रकृतिविकृतिर्जायते नोत्तमानाम् " // જેમ કાંચનને વારંવાર તપાવતાં છતાં તેને વાણું વધારે મનેતર થાય છે, ચંદનને વારંવાર ઘસતાં છતાં તેની સુગંધમાં વધારે Ac. Guntatrasuri MS. TAN hak TUSE