________________ 104 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. તેંજ હરણ કર્યું. અથવા તો વિધાતા કેણ દૈવ કેશુ? યમ કોણ? જીવ પિતાનાં કરેલાં શુભાશુભ કર્મનાં ફળ જ ભેગવે છે. માટે હે ચેતન ! શુભ કર્મ કર.” આ પ્રમાણે રાજાને સંબોધની સન્મુખ થયેલ જોઈને મંત્રીઓએ ચંદનાદિ કોષ્ટથી મહાબળના દેહને સંસ્કાર કરાવ્યે. તે દિવસથી રાજા ચિંતાતુર, લજિત અને કીડારહિત થઈને મહેલમાંજ બેસી રહેવા લાગ્યો. એકદા નંદનવનમાં બે ચારણશ્રમણ મુનીશ્વર પધાર્યા. તેમનું આગમન જાણને મંત્રીશ્વરે રાજાને તેમની પાસે લઈ ગયા. એટલે મુનીંદ્ર પણ રાજાના ભાવને જાણીને બેલ્યા કે:-“ આ સંસારમાં જીવ કર્મને લઈને સુખ દુ:ખ ભોગવે છે, માટે સુખાથી જીવોએ શુભ કર્મને સંચય કર, અને ચેતનસ્વરૂપ આત્માને સુજ્ઞાન સાથે જોડી દે, તથા અજ્ઞાનથી તેનો બચાવ કર. માણસે બુદ્ધિ, ગુણ, વિદ્યા, લક્ષ્મી, બળ, પરાક્રમ, ભક્તિ અને યુક્તિથી અથવા બીજા કોઈ પણ પ્રકારથી પોતાના આત્માને મરણથી બચાવવા સમર્થ નથી. કહ્યું છે કે:-“શરીરના રક્ષણ કરનાર૫ર મૃત્યુ અને ધનના રક્ષણ કરનારપર વસુંધરા-પુત્રવત્સલ સ્વપતિપર દુચારિણું સ્ત્રીની જેમ હસે છે. “જે ઘટિત ન થઈ શકે–દૈવ તેને ઘટિત કરે છે, અને જે સુઘટિત થઈ શકે તેને તે વિખેરી નાખે છે, જે પુરૂષના ખ્યાલમાં પણ ન આવી શકે-દેવ તેને ઘટિત કરે છે.” એ કોઈ પણ પ્રકાર નથી કે જેથી તેઓ પોતાના દેહની છાયાની જેમ ભવિતવ્યતાને ઓળંગી શકે. આ જીવ અશરણ છે. પ્રાણીઓપર વારંવાર પડતી જન્મ મરણની આફતને કોઈ નિવારી શકે તેમ નથી. આ પ્રાણે પાંચ દિનના અતિથિ છે, એમ જાણુંને કેાઈની ઉપર રાગ દ્વેષ શું કરે? અને વપર કોણ? અરણ્યના રૂદન તુલ્ય દેવને ઉપાલંભ દેવાથી શું? અને સમુદ્રના અવગાહન તુલ્ય વિકલપની કલ્પનાથી પણ શું? સ્વપ૨નું ખરું સ્વરૂપ જાણવું જોઈએ.” આ પ્રમાણે ગુરૂએ આપેલા બોધથી પ્રતિબોધ પામેલ રાજ વૈરાગ્યથી વ્રત અંગીકાર કરીને પરમપદને પામ્યા. માટે પરદ્રવ્યના પરિહારમાં પરાયણ થઈ પુરૂષોએ તૃતીય વ્રતનું પાલન કરવું. ઇતિ અચર્યવ્રતાપરી મહાબલ કથા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust