________________ શ્રી પાર્શ્વનાથચરિત્ર-ભાષાંતર, નહીં તે શ્રેષ્ઠીપુત્ર આવું વિપરીત કેમ કરે? (રાજા હજુ તેણેજ કાંડા કાપીને કડાં લીધાનું માને છે.) પણ તે જ્ઞાની વિના સભ્ય કેણ જાણી શકે?” એવામાં ચતુર્દાનધર ચંદ્રધવલ નામના ચાર શમણ મુનીશ્વર આકાશમાર્ગે ત્યાં આવ્યા. તેમનું આગમન સાંભળીને રાજા તેમની પાસે ગયો. દેવોએ ત્યાં કમળની રચના કરી એટલે મુનીશ્વર તે પર બેસીને ધર્મદેશના દેવા લાગ્યા:– ___" धर्मोऽयं जगतः सारः, सर्व सुखानां प्रधानहेतुत्वात् / તત્પત્તિનુગા, સાર તેનૈવ માનુષ્ય” | સર્વ સુખોનો પ્રધાન હેતુ હોવાથી ધર્મ–એજ જગતમાં સાર વસ્તુ છે, વળી તેનું ઉત્પત્તિસ્થાન મનુષ્ય છે–તેથી જ મનુષ્યત્વ એ સાર વસ્તુ છે.” હે ભવ્ય જનો ! મેહનિદ્રાને ત્યાગ કરે, જ્ઞાનજાગ્રતીથી જાગૃત થાઓ, પ્રાણઘાતાદિનો ત્યાગ કરે, કઠોર વચન ન બાલે, કઠેરવચન બોલવાથી આગામી ભવે દેયિણી અને અરૂણ દેવની જેમ દુ:ખ પ્રાપ્ત થાય છે.” એટલે રાજા વિગેરેએ પૂછ્યું કેદેયિણ અને અરૂણદેવ પૂર્વભવે શું કઠેર વાક્ય બોલ્યા હતા? " એટલે મુનિએ તેમનું પૂર્વભવનું ચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળીને સર્વે સંવેગને પામ્યા, અને દેયિણ તથા અરૂણદેવને જાતિસ્મરણ ઉત્પન્ન થયું, એટલે તેમણે પરસ્પર ખમાવ્યું. પછી મિથ્યાદુકૃત દઈ અનશન કરી ધર્મધ્યાનમાં એકાગ્ર મનવાળા એવા તે બંને મરણ પામીને સ્વર્ગે ગયા. પછી રાજાએ કહ્યું કે -અલ્પ માત્ર કઠેર વચન બેલવાથી પણ આવી અવસ્થા થઈ તે મારા જેવાની શી ગતિ થશે? અહો! આ સંસારને ધિક્કાર થાઓ.” આ પ્રમાણે કહીને રાજા અને જસાદિયે ચારિત્ર અંગીકાર કર્યું, અને ચારે પણ ત્યાં આવી પોતાનું પાપ પ્રકટ કરીને ચારિત્ર લીધું. ઉગ્ર તપ તપીને તે ત્રણે સ્વર્ગે ગયા. ઇતિ ચંદ્રા સર્ગ કથા. 1 ચાર જ્ઞાની અથવા અવધિજ્ઞાની માટે પણ નજીક રહેલા ક્ષેત્રદેવતા ભક્તિવડે કમળરચના કરે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust