________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. દ્ધિની પણ અવગણના કરીને વસુરાજા બોલ્યા કે:-“ગુરૂજીએ અજ શબ્દનો અર્થ મેષ કહ્યો છે.” આ પ્રમાણે રાજાએ ખોટી સાક્ષી પૂરી; એટલે તેના અસત્ય વચનથી તેના પર દેવતાઓ રૂષ્ટમાન થયા અને તેને સિંહાસન ઉપરથી નીચે પાડી દઈ પેલી શુદ્ધ સ્ફટિકની શિલા લઈ ગયા. વસુરાજા રૂધિર વમતે સિંહાસનથી નીચે પડ્યો એટલે ચાંડાળની જેમ ટી સાક્ષી આપનારનું મુખ કેણ જુએ?” એમ વસુરાજાની નિંદા કરતો નારદ તરતજ સ્વસ્થાને ગ; અને વસુરાજા મરણ પામીને નરકે ગયે. તે અપરાધીના અનુક્રમે રાજ્યપર બેસતા આઠ પુત્રને ક્રોધાયમાન થયેલા દેવતાઓએ નીચે પાડીને મારી નાખ્યા. એ પ્રમાણે અસત્ય વચનનું ફળ જાણીને સુજ્ઞ પુરૂષે સ્વપ્નમાં પણ અસત્ય ન બોલવું. “જેમ ગળણુથી જળ, વિવેકથી ગુણે અને દાનથી ગૃહસ્થ શુદ્ધ થાય છે, તેમ વચન સત્યથી શુદ્ધ થાય છે.” સત્યના પ્રભાવથી દેવ પણ પ્રસન્ન થાય છે. પાંચ પ્રકારના સત્યથી દ્રૌપદીને આમ્રવૃક્ષે સત્વર ફળ આપ્યાં હતાં. જેમ સુવર્ણ અને રત્નના બનાવેલાં બાહ્ય ભૂષણે હોય છે, તેમ સત્યવચન એ અંત૨નું ભૂષણ છે કહ્યું છે કે:-ખોટી સાક્ષી પૂરનાર, પર ઘાત કરનાર, પરના અપવાદ બોલનાર, મૃષાવાદી અને નિઃસાર બોલનાર–એ સર્વથા નરકે જાય છે. જે વચનથી પરને અપકાર થાય–તે સત્ય છતાં અસત્ય છે અને જે વચનથી પરનો ઉપકાર થાય, તે અસત્ય વચન છતાં પણ સત્ય છે. હાસ્યથી પણ જે અસત્ય બોલાય તો તે દુ:ખદાયક છે. જુઓ ! હર્ષથી વિષનું ભક્ષણ કરતાં શું તે મારતું નથી ? હસતાં સહજમાં જે કર્મ બંધાઈ જાય, તે રેતાં પણ છુટતું નથી.” એવું સિદ્ધાંતનું કથન જાણીને ચતુર પુરૂષ મૃષાવાદના પંકથી લેપાતો નથી. આ પ્રમાણે વસુરાજાનું દષ્ટાંત સાંભળીને વિશેષજ્ઞ જનેએ વિશેષે અસત્યને વજેવું. ઇતિ વસુરાજા કથા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust