________________ વસુરાજાની કથા. પ્રયજન છે?' વસુરાજા બે કે –“હે માત ! મારે ભ્રાતા પર્વ તે તમારે પુત્ર છે, મારા ભાઈને ઘાત કરવા કે તૈયાર થયે છે? કેણ તેને પરાભવ કરે છે?” એટલે તેણે બધે વૃત્તાંત કહી બતાવ્યું, અને છહ્યા છેદનું પણ કર્યા સંબંધી બધું કહી સંભળાવ્યું. પ્રાંતે તે બોલી કે:-“એ સંબંધમાં તમને પ્રમાણભૂત કરેલ છે, માટે ભાઈની રક્ષાને માટે તમારે અજ શબ્દને મેષ અર્થ કરે. સંતજ તે પિતાના પ્રાણ આપીને પણ પરનો ઉપકાર કરે છે, તે વચનથી કરે તેમાં તે શું કહેવું?” રાજા બે કે –“હે માતા ! હું સર્વથા મિથ્યા બોલતું નથી. સત્યવાદી પુરૂષે પ્રાણુતે પણ અસત્ય બોલતા નથી. વળી બીજું પણ સાંભળો–પાપભીરૂ પુરૂષ ગુરૂવાણીને પણ અન્યથા કેમ કરી શકે ? વળી ખાટી સાક્ષી પૂરનાર નરકે જાય છે–એમ સ્મૃતિમાં પણ કહ્યું છે.” આ પ્રમાણે સાંભળીને તે રોષ લાવીને બોલી કે –“હે ભૂપ! તારી પાસે કદાપિ મેં કંઈ માગ્યું નથી, આજજ હું માગવા આવી છું, માટે ગમે તેમ કરીને પણ મારી માગણી કબુલ રાખ.” એટલે તે પ્રમાણે બોલવાનું વસુરાજાએ માન્ય રાખ્યું, પછી ક્ષીરકદંબકની પત્ની પ્રમુદિત થઈને પિતાને ઘેર ગઈ. પછી નારદ અને પર્વતક બંને રાજસભામાં આવ્યા. વસુરાજાએ તેમને સન્માન આપ્યું. તેઓ બંને આસન પર બેઠા અને પોતપિતાના પદનું વ્યાખ્યાન કરીને બેલ્યા કે –“હે રાજન ! તું અમારે સહાધ્યાયી છે અને સત્યવાદી છે, માટે સત્ય બેલ, ગુરૂજીએ અજશબ્દની વ્યાખ્યા શું કરી છે? તું અમારે સાક્ષી છે, વળી સત્યથી બધું સમીહિત સિદ્ધ થાય છે, રાજ્યાધિષ્ઠાયિક દેવો, લેકપાળે અને દિકપાલ બધા સાંભળે છે, તેથી હે રાજન ! સત્યજ બોલજે. સૂર્ય કદાચ પૂર્વ દિશા તજીને બીજી દિશામાં ઉગે અને કદાચ મેરૂપર્વત પણ ચલાયમાન થાય, તથાપિ સત્યધન પુરૂષો કોઈ રીતે અસત્ય બોલતા નથી.” આ પ્રમાણેનાં સત્યતાપ્રેરક તેમનાં વચનો સાંભળ્યા છતાં દુર્ગતિએ જવાનું હોવાથી પોતાની સત્યપ્રસિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust