________________ વસુરાજાની કથા. - અને રાજપુત્ર વસુ કે જે બંનેને મેં ભણાવ્યા છે છતાં એ બંને નરકે જવાના છે તે હવે મારે ગૃહવાસથી શું?” એ પ્રમાણે નિર્વેદ પા. મીને ઉપાધ્યાયે પ્રવજ્યા અંગીકાર કરી. એટલે તેની પદવી પર્વતને મળી. તે શાસ્ત્રાની વ્યાખ્યા કરવામાં વિચક્ષણ થયે. વિશુદ્ધમતિ નારદ ગુરૂપ્રસાદથી સર્વ શાસ્ત્રમાં વિશારદ થઈ સ્વસ્થાને ગયે, અને ગુરૂને વેગ મળવાથી અભિચંદ્ર રાજાએ દીક્ષા લીધી, એટલે વસુ વસુદેવ સમાન રાજા થયે. તે વસુ વસુધાતળપર સત્યવાદીના નામથી પ્રસિદ્ધિ પામે અને તે સત્ય વચનજ બોલવા લાગ્યા. એક એકદા કઈ વ્યાધે વનમાં મૃગયા કરવા જતાં મૃગ સામે બાણ છેડ્યાં. તે બાણે વચમાં ખલના પામ્યા, એટલે તે બાણખલનનું કારણ જાણવાને નજીક ગયે. ત્યાં હાથવડે સ્પર્શ કરતાં આડી સ્ફટિ. કની શિલા છે એમ તેના જાણવામાં આવ્યું. તે મનમાં ચિંતવવા લાગ્યા કે –“આની પેલી બાજુ ચરતે મૃગ ભૂમિછાયાની જેમ મારા જેવામાં આવ્યો હતે. ખરેખર હાથથી સ્પર્શ કર્યા વિના આ શિલા છે એમ સર્વથા જાણી શકાય તેમ નથી, માટે આ શિલા વસુધાપતિ વસુરાજાને ગ્ય છે.” એમ વિચારી તે શિલા તેણે ગુપ્ત રીતે વસુરાજાને ભેટ કરી. એટલે રાજાએ સંતુષ્ટ થઈને તેને સ્વીકાર કર્યો, અને તેને સારી રીતે પારિતોષિક આપ્યું. પછી રાજાએ તે શિલાની ગુપ્ત રીતે પિતાના આસનની વેદિકા ઘડાવી, અને તે ઘડનારા શિલ્પીને મારી નખાવ્યું. “રાજાઓ કદાપિ પિતાના થતા નથી. ? , , , , પછી તે વેદિકાપર સિંહાસન સ્થાપીને વસુરાજ બેસવા લાગ્યા એટલે બધા લોકે એમ કહેવા લાગ્યા કે –“સત્યના પ્રભાવથી વસુરાજા નિરાધાર સિંહાસન પર બેસે છે.” સત્યના પ્રભાવથી દેવતાઓ પણ વસુરાજાને સહાય કરવા લાગ્યા, તેથી તેની યશસ્વતી પ્રસિદ્ધિ દશે દિશાઓમાં સર્વત્ર વ્યાપી ગઈ, અને તેને લીધે અન્ય રાજાઓ સવે ભય પામીને તેને સ્વાધીન થઈ ગયા. વસુરાજાને સર્વત્ર જય થવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust