________________ 100 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. બેલ્યો કે –“હે ભદ્ર! મારું કથન સાંભળ--હું નાગકુમાર દેવ છું. એ બંને મારા પૂર્વભવના વૈરી હતા, તેથી એ રાણું અને ચેકીદારને મારવાને માટે જ હું અહીં આવ્યો હતો.” ચાર બે કે - જો એમ હોય તે હે સુંદર ! કહે, મારૂં મરણ શી રીતે અને કેનાથી થશે ?" દેવ છે કે:-“હે ભદ્ર! એ પશ્ચાત્તાપ ઉત્પન્ન કરનાર પ્રશ્ન ન પૂછ.”એટલે તસ્કરે પુન: વધારે આગ્રહથી પૂછયું; તેથી વૃષભ છે કે:-હે ભદ્ર ! સાંભળ–આજ નગરના રાજમાર્ગમાં એક મહાન વટવૃક્ષ છે, તેની શાખાપર લટકીને તારૂં મરણ થશે.” :પુનઃ ચાર બેલ્યો કે –“તારૂં વચન સત્ય હશે, તથાપિ કંઈક નિશાની બતાવ.” એટલે વૃષભ બે કે –આવતી કાલે બપોરે રાજમહેલના શિખર પરથી સુતાર નીચે પડીને મરણ પામશે. તે નિશાનીથી તું પણ વટશાખામાં બંધાઈને મરણ પામીશ એમ માનજે. તે સાંભળીને અત્યંત ભયભીત થઈ તેને તસ્કરે છેડી મૂક્યા, એટલે તે અદશ્ય થઈ ગયે... બીજે દિવસે પેલા દેવે કહ્યું હતું તેવીજ રીતે બપોરે સૂત્રધારનું મરણ જોઇને પિતાના ભાવી મરણના ભયથી વ્યાકુળ થઈ તે અત્યંત ગભરાઈ ગયું. તેને ભેજન પણ ભાવતું ન હતું. ખરેખર! જતુઓને મરણને ભય મહાદુઃખનું કારણ છે. કહ્યું છે કે - " पंथसमा नत्थि जरा, दारिदसमो पराभवो नत्थि / - मरणसमं नत्थि भयं, खुहासमा वेयणा नथि " // . પંથ સમાન જરા નથી, દારિદ્ઘ સમાન પરાભવ નથી, મરણસમાન ભય નથી અને શ્રુધાસમાન વેદના નથી.” વળી–જે બાળ જીસુકૃતથી વજિત હોય છે તે જ મરણથી ભય પામે છે; પુણ્યવંત પુરૂષ તો મૃત્યુને એક પ્રિયતમ અતિથિ માને છે.” - હવે મૃત્યુથી ભયભીત થયેલા તસ્કરે વિચાર કર્યો કે –“અહીં વૃથા મારે શા માટે રહેવું ? અહીંથી દૂરજ ચાલ્યા જાઉં કે જેથી એ વૃક્ષની શાખા મારી નજરેજ ન પડે. વળી સંન્યાસ લઈને કોઈ નદીને કાંઠે બેસી સર્વ અનર્થને દૂર કરવા માટે તપ કરું.” આ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust