________________ મહાબળની કથા. મ ન ષ = થઈ જાય અને તે મરણ પામે, માટે આનું કાંઈ પણ ન લેતાં અન્યત્ર જાઉં.' એમ વિચારીને તે કામસેના વેશ્યાના ભવનમાં ગમે ત્યાં પણ તે ચેરે જોયું કે –કામસેના વેશ્યા રતિ કરતાં અધિક રૂપવંત છતાં દ્રવ્યને માટે એક કેઢીની સાથે વિવિધ પ્રકારના ઉપચાર અને હાવભાવ વિગેરે કરતી હતી. તે જોઈને ચેર ચિંતવવા લાગ્યા કે - ધનની વાંછાથી આવા કેઢીની સાથે પણ જે વિલાસ કરે છે, એના ધનની મારે જરૂર નથી. આ પ્રમાણે વિચાર કરતાં તેને એવી મતિ આવી કે - અન્ય પામર જનની ચોરી કરવાથી શું ? સકળ અર્થને સાધનાર એવા રાજમંદિરમાં જ જાઉં.” એમ વિચારી એકાગ્ર મનથી તે રાજમંદિરમાં ખાતર પાડવા પેઠે. ત્યાં રાણીની સાથે સુખનિદ્રામાં સુતેલા. રાજાને જોઈને તે અત્યંત મુદિત થઈ આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે:–“અહો ! મારું ભાગ્ય જાગતું છે કે જેથી ચિંતામણિ સમાન સર્વ ઈચ્છા પૂરનાર રાજાજ હાથ પડ્યો છે.” પછી ૨નદીપના પ્રકાશથી મને હર હારાવળી વિગેરે અલંકારે તથા બહુ દ્રવ્યની પેટીઓ લેવાને તૈયાર થઈ જેટલામાં આજુબાજુ જુએ છે, એટલામાં બારણુના છિદ્રમાંથી પ્રવેશ કરતા એક સર્પને તેણે જોયે. “અરે ! અહીં આ સર્પ શું કરશે ?" એમ વિસ્મય પામી તે સાહસિક શિરોમણિ ત્યાંજ છુપાઈ રહ્યા. સર્પ પણ વાસગૃહમાં પ્રવેશ કરીને રાણીના મસ્તકના છુટા અંબાડાવડે ઉપર ચડી સુતેલી રાણુના ભાળ અને હાથને ડસી પાછા વળી ચાલ્યો ગયો. તે જોઈ કૌતુક અને આશ્ચર્યથી તે તસ્કર નિ:શબ્દ દ્વાર ઉઘાડી તરતજ તેની પાછળ ચાલ્યા. એવામાં મહેલપરથી નીચે ઉતરીને તે સપે મહાપુષ્ટ એવા વૃષભનું રૂપ ધારણ કર્યું. તે વૃષભે દંડ ઉપાડીને તેની પછવાડે દેડતા પ્રતલીના દ્વારપાળને જમીનદોસ્ત કરીને સીંગના અગ્ર ભાગથી મારી નાખ્યો. તે વ્યતિકર જોઈને ચેર પણું સાહસ પકડી બે હાથથી મજબુત રીતે તેના પૂંછને પકડીને પૂછવા લાગે કે -અરે ! તું કોણ છે? અને શા કારણે તે એમને મારી નાખ્યા? તેમજ હવે શું કરવાનું છે તે કહે?” એટલે તે વૃષભ મનુષ્યવાણીથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust