________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર ચિત્તે મનમાં ચિંતવવા લાગ્યો કે –ગુરૂરાજે એવી આજ્ઞા કરી છે કે જ્યાં કઈ પણ ન જુએ ત્યાં એને માર. પરંતુ અહીં તો પક્ષીઓ અને વૃક્ષે જુએ છે. પછી તે પર્વતની ગુફામાં ગયે અને ચિંતવવા લાગ્યું કે અહીં પણ લોકપાળ અને સિદ્ધ જુએ છે, માટે શી રીતે એને ઘાત કરૂં? પરંતુ ગુરૂરાજ દયાવંત અને હિંસાથી સર્વથા વિમુખ છે, તેથી તે હિંસા કેમ કરાવે? માટે ખરેખર ! અમારી બુદ્ધિની પરીક્ષા કરવાને માટે જ આ પ્રમાણે આદેશ કર્યો હશે.” એમ વિચારી કુકડે લઈને તે પાછા આવ્યા અને કુકડાને ન મારવાનો હેતુ ગુરૂને નિવેદન કર્યો, એટલે ગુરૂએ વિચાર્યું કે –આ નિશ્ચય મેક્ષે જશે.” એમ ચિંતવી નેહથી બહુ સારૂં” એમ કહ્યું. પછી “તું મને અભીષ્ટ છે, તુ સુકૃતી અને ધન્ય છે.” એમ પ્રશંસા કરી ઉપાધ્યાય તેનું ગૈારવ કરવા લાગ્યા. એવામાં વસુ અને પર્વત પાછા આવીને આ પ્રમાણે બાલ્યા કે- જ્યાં કોઈ પણ ન જોઈ શકે . ત્યાં જઈને અમે કુકડાને મારી આવ્યા.” ગુરૂએ કહ્યું કે:-“તમે અને વિદ્યાધર વિગેરે જેતા હતા, છતાં કોઈ જોતું નથી એમ ધારીને અરે! પાપિચ્છે ! તમે કુકડાને કેમ માર્યો? માટે તમને ધિક્કાર થાઓ.” પછી ગુરૂને વિચાર કર્યો કે:-“મુનિઓએ જે કહ્યું તે સત્ય છે, જરૂ૨ આ બંને નરકગામી , તે હવે એમને ભણાવવાથી શું?એને ભgવવા તે અંધને આરસી બતાવવી, બધિર આગળ શંખ વગાડ, વનમાં વિલાપ કરવા, પત્થર પર કમળ રોપવા અને ક્ષારભૂમિમાં વરસવું તેના જેવું છે. કહ્યું છે કે:-“જે ગુણ વિદ્યમાન છતાં પણ અધોગતિ થાય એવા ગુણેને આગ લાગે, તેવું કૃત પાતાળમાં ચાલ્યું જાઓ અને તેવું ચાતુર્ય વિલય પામે. કેમકે તે તે ઉલટું હાનિકારક છે તેજ જળ કે જે તૃષાને છેદે, તેજ અન્ન કે જે સુધાને દૂર કરે, તેજ બંધુ કે જે આપણું પીડાને ધારણ કરે-આપણને સહાય કરે અને તેજ પુત્ર કે જેનાથી પિતાને નિવૃત્તિ મળે. તેજ શ્રત શીખ્યું અને સાંભળ્યું પ્રમાણ છે કે જેથી આત્મા નરકમાં ન પડે. શેષ બધું કલેશ નિમિત્તેજ છે અને બધી વિડંબના છે. જ્યારે મારે પુત્ર પર્વત P.P.AC. Gunratnasun MS. Jun Gun Aaradhakrust