________________ 90 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર સત્ય વચન બેલે છે, તેની પાસે અગ્નિ જળ સમાન, સમુદ્ર સ્થળ સમાન, શત્રુ મિત્ર સમાન, દેવતાઓ કિંકર સમાન, જંગલ નગર સમાન, પર્વત ગૃહ સમાન, સર્પ પુષ્પમાળા સમાન, સિંહમૃગ સમાન, પાતાળ બિલ સમાન, અસ્ત્ર કમળના દળ સમાન, વિકરાળ હાથી ગાલ સમાન,વિષ અમૃત સમાન અને વિષમ અનુકૂળ થઈ જાય છે.” વળી “મન્સનત્વ, કાહલત્વ, મૂકત્વ, મુખાગતા, એ અસત્યનું ફળ જોઈને કન્યાઅલીક વિગેરે અસત્યને ત્યાગ કર.” “કન્યા, ગાય અને ભૂમિ સંબંધી અસત્ય, થાપણ ઓળવવી અને બેટી સાક્ષી પૂરવી– એ પાંચ સ્થળ અસત્ય કહેલા છે.” જુઓ! નારદ અને પર્વત નામના એ મિત્રના સંવાદમાં ગુરૂપતીની અભ્યર્થનાથી લેશ માત્ર અસત્ય બોલતાં પણ વસુરાજ ઘેર દુર્ગતિ પામ્યા. વળી ખાટી સાક્ષી પૂરવાથી બ્રહ્મા અર્ચારહિત થયા અને કેટલાક દેવતાઓ નાશ પામ્યા. સત્યની પરીક્ષામાં પાર ઉતરતાં શું મનુષ્ય સાક્ષાત્ હરિની જેમ પૂજિત થતું નથી ? થાય છે. આ વ્રતના સંબંધમાં વસુરાજાનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે તે સાંભળે - ' વસુરાજાની કથા, * આ ભરતક્ષેત્રમાં શુતિમતી નામે નગરી છે, જે સર્વ નગરીઓમાં પોતાની શોભાથી વધારે શેભી રહી છે. ત્યાં સર્વ રાજાઓમાં મુગટ સમાન અને પોતાના તેજથી શત્રુરૂપ તિમિરને ઇવસ્ત કરનાર શ્રીમાન અભિચંદ્ર નામે રાજા રાજ્ય કરે છે. તેને કમલાવતી નામની પટરાણું છે. વિષય સુખ ભેગવતાં તે દંપતીને વસુ નામે પુત્ર થયે. તે મહામતિ બાલ્યાવસ્થાથી જ સત્યવ્રતમાં આસક્ત છે. કીડા કરતાં પણ તે સાચું જ બોલે છે. જો કે તે વિનયી, ન્યાયવાન, ગુણને સાગર તથા સકળ કળામાં કુશળ હતો, છતાં પણ સત્ય વ્રત તેને વધારે અભિષ્ટ હતું; સ્વપ્નમાં પણ તે અસત્યને ઈચ્છતે નહિ. - તે નગરીમાં બ્રહ્મવિદ્યામાં નિપુણ અને સકળ શાસ્ત્રવિશારદ એવા સરકદંબક નામના ઉપાધ્યાય રહેતા હતા. તેને પર્વત નામે પુત્ર હતે. પર્વત અને દેશાંતરથી આવેલે નારદ-એ ત્રણે ક્ષી