________________ nonnnnnnnnnnnn 48 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર યુક્ત અરિહંત દેવ છે, તેમનામાં અનંત ગુણો હોય છે, અને તેઓ અઢાર દેષથી રહિત હોય છે. કહ્યું છે કે -અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લોભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શેક, અસત્ય વચન, તેય, મત્સર, ભય, હિંસા, પ્રેમ, ક્રિયા પ્રસંગ અને હાસ્ય-એ અઢાર દેષ જેમના નાશ પામ્યા છે તે દેવાધિદેવને હું નમસ્કાર કરૂં છું.’ ત્યાં અષ્ટાપદ ઉપર રાષભાદિક ચાવશે તીર્થંકરની પ્રતિમાઓ છે. ઈક્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલા શ્રી આદિનાથ પ્રથમ તીર્થકરના પુત્ર ભરત ચક્રવતીએ અષ્ટાપદપર એક મોટું દિવ્ય ચેત્ય કરાવ્યું છે. તેમાં અષભાદિ ચાવીશ જિનેશ્વરની સ્વ સ્વ વર્ણ અને પ્રમાણુવાળી રત્નની પ્રતિમાઓ કરાવીને તેણે સ્થાપના કરી છે. તેમને વંદન કરતાં નરેંદ્રપણાને અને સ્વર્ગના સામ્રાજ્યપદ (ઇદ્રપણાને) લાભ તો પ્રાસં. ગિક મળે છે, એનું મુખ્ય ફળ તે મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. જેમનું ભાગ્ય વધારે જાગૃત હોય, તેઓ જ તેમનું પૂજન અને દર્શન કરી શકે છે. તેમની પૂજા કરવાથી બંને દુર્ગતિ (નર્કગતિને તિર્યંચગતિ) ને ક્ષય થાય છે. વળી તે સાર્થેશ! સાંભળઃ– જે ભળે જિનાજ્ઞાને માથાના મુગટતુલ્ય માને છે, સદ્દગુરૂની સામે અંજલિ જોડવી તેને લલાટનું ભૂષણ સમજે છે, શાસ્ત્રશ્રવણને કર્ણનું ભૂષણ સમજે છે, સત્યને જીહાનું ભૂષણ માને છે, પ્રણામની નિર્મળતાને હૃદયનું ભૂષણ ગણે છે, તીર્થ તરફના ગમનને પાદયુગલનું ભૂષણ માને છે તથા જિનપૂજનને અને નિવિકલપ દાનને પિતાના હસ્તનું ભૂષણ માને છે તેજ આ ભવસાગરને સત્વર તરી જાય છે. જે વિકઃપવાળા ચિત્તવડે દેવાર્શન કરે છે. તે પોતાના પુણ્યને હારી જાય છે. એ સંબંધમાં બે વણિકપુત્રનું દષ્ટાંત કહેવાય છે તે સાંભળ:- પ્રતિષ્ઠાનપુરમાં બે વણિક બ્રાતા હતા. તે એકદા જુદા થયા, એટલે નંદક અને ભદ્રક એવા તેમણે બે દુકાન માંડી. તે બંને શ્રાવક હતા. ભદ્રક પ્રભાતે ઉઠીને જ દુકાને જતો અને નંદક જિનમંદિ૨માં દરરોજ જિનપૂજા કરવા જતા. તે વખતે ભદ્રક વિચારતો કે - અહો ! આ નંદક ધન્ય છે, કે જે બીજા સર્વ કાર્યનો ત્યાગ કરી પ્રભાતે ઉઠીને દરરોજ જિનપૂજા કરે છે, અને હું તો પાપી, અ૯૫ P.P.AC. Gunratnasuri M.S. JUIT Gun Aaradhak Trust