________________ * * * * * * * * * * ભીમ કુમારની કથા. તે આપનું દર્શન કરવા ઈચ્છે છે.” રાજાએ કહ્યું કે-“આ અવસર કર્યો છે? દેવતાઓને પણ દુર્લભ એવું આ નાટક થાય છે તે જોતા નથી ?:”એટલે અમાત્ય બે કે –“હે સ્વામિન્ ! એમ ન કહે, નાટક સુલભ છે, પણ અષ્ટાંગ નિમિત્તજ્ઞ પુરૂષ દુર્લભ છે.” પછી રાજાની આજ્ઞાથી દ્વારપાળે તે નૈમિત્તિકને સભામાં પ્રવેશ કરાવ્યું, એટલે જેના હાથમાં પિથી છે અને જેની આકૃતિ સુંદર છે એ વેત વસ્ત્રધારી તે રાજાની પાસે આવ્યું, અને મંત્રોચ્ચારપૂર્વક રાજાને આશીર્વાદ દઈને યાચિત સ્થાને બેઠે. એટલે રાજાએ તેને પૂછ્યું કે –“હે નિમિત્તજ્ઞ! તમને કુશળ છે? એટલે દીન વાણીથી નિમિત્તજ્ઞ બે કે:-“હે સ્વામિન્ ! કુશળ તે એવું છે કે જે કહી પણ ન શકાય.” આથી રાજા સાશંક થઈને બોલ્યો કે:-“શું વાદળ ત્રુટી પડશે?” તે બે કે:-“હે રાજન ! તમે જે બોલ્યા, તે સત્ય જ છે.” એટલે પુન: સાશંક થઈને રાજાએ આદરપૂર્વક કહ્યું કે-“હે ભદ્ર! જ્ઞાનથી જે તમારા જાણવામાં આવતું હોય, તે નિ:શંકપણે કહે.” નૈમિત્તિક બોલ્યો કે:-“હે સ્વામિન્ ! બહુ કહેવાથી શું ? ટુંકામાંજ કહું છું કે એક મુહૂર્ત પછી પૃથ્વી પર મેઘ એવી રીતે મુશળ ધારાથી વરસશે કે જેથી પ્રસાદ, મંદિરાદિ બધું જળમય અને એક સમુદ્રાકાર થઈ જશે.” આ પ્રમાણે સાંભળીને સર્વે સભાસદે સસંભ્રમિત થઈ ગયા. એવામાં તે એકદમ ઉત્તર દિશાને પવન પ્રગટ થયે અને ઈશાન ખુણામાં એક કળામાત્ર જેટલું અભ્રપટલ પ્રગટ થયું; એટલે નિમિત્તજ્ઞ બે કે-“હે લેકે! જુઓ, જુઓ, આ વાદળું બધા આકાશને ઢાંકી મૂકશે.” એમ તે બોલે છે તેવામાં તો તે વાદળું આકાશમાં સર્વત્ર વ્યાપ્ત થઈ ગયું. એટલે સભાસદો બધા સ્વસ્થાને ગયા, અને નાટક વિસર્જન કરવામાં આવ્યું. એ વખતે આકાશમાં એકદમ એ ગરવ થયે કે જેથી વસુધા જાણે ભય પામી હેય તેમ પ્રતિશબ્દથી મુંબારવ કરવા લાગી, તથા ઉદંડ વીજળીના ઝબકારા જાણે મહીમંડલને ગ્રસ્ત કરવાને ઇચ્છતા હોય તેમ પ્રસરવા લાગ્યા અને રાજા વિગેરેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust