________________ ચંદ્ર અને સર્ગની કથા. એ વૃક્ષ પરથી પડતા એક મોટા ફળથી તેનું શિર સશબ્દ ભગ્ન થયું. અહો ! ભાગ્યહીન પુરૂષ જ્યાં જાય છે, ત્યાં તેની પાછળ પ્રાયઃ આ પત્તિઓ આવે જ છે. તે ત્રણે કષ્ટથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. કહ્યું છે કે - એક દુષ્પર એવા આ ઉદરને પૂરવા માટે પુરૂષ માનને મૂકે છે, હલકા જનની સેવા સ્વીકારે છે, દીન વચન બેસે છે, કૃત્યાકૃત્યના વિવેકને દૂર કરે છે, સંસ્કૃતિને વાંછત નથી, ભાંડપણું કરે છે, અને નૃત્યકલાનો અભ્યાસ પણ કરે છે; અહ! એને માટે માણસ શું શું કરતો નથી?” તેમજ વળી–“જ્યાં ઉભા પ્રકારની સ્વજનસંગતિ નથી, જ્યાં નાના નાના બાળકે નથી, જ્યાં ગુણ-ગૌરવની કાળજી નથી, અહો ! તે ઘર છતાં જંગલ જ છે.' સાઈ તે ત્રણે દુઃખથી કાળ વ્યતીત કરતા હતા, એવામાં સિદ્ધાં મરણ પામ્યા, એટલે ચંદ્રા ઉદરપોષણને માટે પરઘરનાં જળ ભરવા વિગેરે કામ કરવા લાગી, અને સર્ગ જંગલમાંથી ઇંધન લાવીને વેચવા લાગ્યા. એકદા પૂર્ણશ્રેણીને જમાઈ આવ્યું, એટલે ચંદ્રાને જળ ભરવા બોલાવી, તે વખતે સર્ગ વનમાં ગયે હતું, તેથી ચંદ્રા તેને માટે રોટલો અને છાશ વિગેરે ટાઢું અન્ન શીંકા પર મૂકીને દ્વારપર સાંકળ દઈ શ્રેષ્ઠીને ઘરે ગઈ. બપોર થતાં સર્ચ ઇધનાદિ લઈને ઘરે આવ્યું, ત્યાં માતાને ન જેવાથી ક્ષુધા તૃષાથી તે બહુ પીડાય છેવાથી અકળાણો, અને ચંદ્રા પણ પાણી ભરીને થાકી ગઈ, છતાં કામમાં લાગેલા હોવાથી શેઠના માણસોએ તેને કંઈ પણ ખાવાનું આપ્યું નહિ, એટલે તે પણ ખાલી હાથે પિતાને ઘરે આવી. કહ્યું છે કે –“સુજ્ઞ જનને અન્યની સેવાની જે પરવશતા છે, તે શ્વાસશ્વાસ સહિતનું મરણ, અગ્નિ વિના દહન, સાંકળ વિના બંધન, પંક વિના મલિનતા અને નરક વિનાની તીવ્ર વેદના છે. એ પાંચ કરતાં પણ પારવશ્ય–એ છઠ્ઠ મહાપાતકરૂપ છે.” રાજા પછી માતાને આવતી જોઈને સગે ક્રોધવડે કહ્યું કે-“હે પાપે ! શું ત્યાં શેઠના ઘરે તને શળી ઉપર ચડાવી હતી કે જેથી આટલે બધે વખત ત્યાં રોકાઈ રહી?” આ પ્રમાણેનાં કઠોર વચન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust