________________ 84 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. -~~- ~~-~~~-~~-~ પ્રતિલાવ્યા. તે દેવદત્ત આયુ પૂર્ણ થતાં મરણ પામીને હે રાજન ! તું ભીમકુમાર થયેલ છે. પૂર્વ ભવે તે મુનિને પ્રતિલાલ્યા, તેથી આ ભવમાં રાજ્ય પામ્ય છું; તથા પૂર્વે તે સપને કષ્ટથી બચાવ્યું હતું તેથી તારૂં કઈ પણ નષ્ટ થયું છે. તારે પૂર્વ ભવને ભ્રાતા સોમદત્ત મરણ પામીને કાપાલિક છે. પૂર્વ ભવના અભ્યાસથી તે તારી ઉપર દ્વેષી થયે, એટલે તેણે તને કષ્ટ આપવાના ઉપાયે કર્યો, પણ સર્પનું રક્ષણ કરવાથી તારૂં સંકષ્ટ નાશ પામ્યું. આ પ્રમાણેને તારે પૂર્વ ભવ જાણીને હે ભીમરાજ! તારે સર્વથા હિંસાને ત્યાગ કરીને સર્વ જીવોની નિરંતર દયા પાળવી.” - આ પ્રમાણે પિતાને પૂર્વભવ સાંભળીને રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને તે વૈરાગ્ય પામ્યું. પછી તેણે ગુરૂ મહારાજને વિજ્ઞપ્તિ કરી કે –“હે ભગવન્ ! આપ અહીં ચાતુર્માસ રહે કે જેથી મને મેંટે લાભ થાય. " ગુરૂ તેના આગ્રહથી શુદ્ધ ઉપાશ્રયમાં ચાતુ મસ રહ્યા. રાજાએ સમસ્ત દેશમાં અમારિપટની ઘેષણું કરાવી, જિનમંદિરે કરાવ્યા, અને પ્રતિદિન વ્યાખ્યાન સાંભળવા લાગે. ચોમાસું ઉતરતાં તેણે ગુરૂ મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. પછી ગુરૂ સાથે વિહાર કરતાં નિરતિચાર ચારિત્ર પાળી પ્રાંતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને તે પરમપદ પામ્યું. ' ઇતિ ભીમકુમાર કથા, - આ દષ્ટાંત સાંભળીને ધમાંથી પુરૂષે નિરંતર દયા પાળવી. વળી નિપુણ પુરૂષે કઠેર વાક્ય પણ ન બોલવું. એ સંબંધમાં ચંદ્રા અને સગ–માતા પુત્રનું દષ્ટાંત છે તે સાંભળે: આજ ભરતક્ષેત્રમાં વર્ધમાનપુર નામનું એક સુંદર નગર છે. ત્યાં સિદ્ધડ નામે કુલપુત્ર રહેતું હતું, તેને ચંદ્રા નામની સ્ત્રી હતી, અને તે દંપતીને સર્ગ નામે પુત્ર થયા હતા, પણ કર્મવશાત્ એ ત્રણે અત્યંત દુઃખિત હતાં. કહ્યું છે કે:-“ખવાટ (માથે ટાલવાળા) પુરૂષ મસ્તક પર પડતા સૂર્યના કિરણોથી સંતાપિત થઈ આતપરહિત સ્થળ શોધતો દૈવયોગે ખિલવવૃક્ષની નીચે ગયે; એટલે ત્યાં પણ P.P.AC. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust