________________ ભીમકુમારની કથા. સાગર નામના આચાર્ય સહસ્સામ્રવનમાં પધાયો; એટલે વનપાળે રાજાને વધામણ આપી. તેથી સંતુષ્ટ થઈ પોતાના શરીરના આભરણે તેને આપી દઈને રાજા સપરિવાર ગુરૂને વંદન કરવા આવ્યું, ત્યાં ગુરૂ અને ઇતર સાધુઓને વંદન કરી તે યથાસ્થાને બેઠે, એટલે ગુરૂ મહારાજે સંસારથી તારવાવાળી, ભવ્ય જીને મને હર અને કર્ણને સુખકારી એવી ધર્મદેશના દેવાને પ્રારંભ કર્યો - અહો ભવ્ય જી! ધર્મને અવસર પામીને વિવેકી પુરૂષ આડંબરને માટે વિલંબ ન કરે; કારણકે બાહુબળિએ જે રાત્રી વ્યતિત થવા દીધી છે તે પ્રભાતે આદિનાથને વંદન કરી ન શક્યા. વળી આ અપાર સંસારમાં મહાકટે મનુષ્ય ભવ મેળવ્યા છતાં જે પ્રાણી વિષયસુખની લાલચમાં લપટાઇને ધર્મ કરતું નથી તે મૂખશિરોમણિ સમુદ્રમાં બૂડતાં મજબુત નાવને મૂકીને પાષાણને આશ્રય લેવા જેવું કરે છે.” ઈત્યાદિ ધર્મદેશના સાંભળીને વૈરાગ્યથી રંગિત થયેલા રાજાએ કહ્યું કે –“હે ભગવન્! મેં પૂર્વભવમાં શું પુણ્ય કર્યું હતું કે જેથી હું અભિષ્ટ સુખ પામે.” એટલે ગુરૂ બોલ્યા કે:-“હે રાજન! સાંભળ:– પ્રતિષ્ઠાનપુરમાં દેવદત્ત અને સેમદત્ત નામના બે ભાઈ રહેતા હતા. તે બંને પરસ્પર મત્સર ધરાવતા હતા અને પૂર્વ ભવના અભ્યાસથી તે એક બીજાની ઈર્ષા કરતા હતા. પુત્રના અભાવથી વૃદ્ધ બંધુએ બહુ સ્ત્રીઓનું પાણિગ્રહણ કર્યું, તથાપિ તેને પુત્રની પ્રાપ્તિ થઈ નહીં. એકદા તે એક ગામમાં ઉઘરાણી કરવા ગયા હતા, ત્યાં રસ્તામાં દાવાનળે દગ્ધ થતો એક સર્પ તેના જેવામાં આવ્યો, એટલે કૃપાદ્ધ મનથી દેવદત્તે તેને બહાર કહાલ્યો, અને મરણત કષ્ટથી બચા. એકદા તે ભોજન કરવા બેઠે હતે, એવામાં માસોપવાસી એક સાધુ ત્યાં પધાર્યા. તે મુનીશ્વરને તેણે શુભ ભાવથી 1 આ હકીકત ઋષભદેવની છદ્માવસ્થાની છે. જુઓ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર. પર્વ પહેલું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust