________________ ભીમ કુમારની કથા, કરવા માંજ રાચરીરમાં પવિત્રતા મેં વિદ્યાના બળથી તમને ઇંદ્રજાળ બતાવી.” એટલે રાજાએ પ્રસન્ન થઈને તેને બહુ ધન આપી વિસર્જન કર્યો. પછી તે ઇંદ્રજાળ જોઈને રાજ્યથી વિરક્ત થયેલ રાજા મનમાં આ પ્રમાણે ચિંતવવા લાગે કે –“અહો! જેવું આ ઇંદ્રજાળનું સ્વરૂપ ક્ષણિક જોવામાં આવ્યું, તેવું જ તારૂણ્ય, સ્નેહ, આયુ અને વૈભવાદિક બધું સંસારનું ક્ષણિક સ્વરૂપ છે. વળી આ દેહ અપવિત્ર છે. કારણકે –“રસ, રક્ત, માંસ, ચરબી, અસ્થિ, મજજા, શુક, આંતરડા અને ચર્મ–ઈત્યાદિ અશુચિ પદાર્થોનાં સ્થાનરૂપ આ શરીરમાં પવિત્રતા કયાંથી હોય?” વળી “જ્યાંથી જન્મવું. તેમાંજ રક્ત થવું અને જેનું પાન કરવું તેનું જ મર્દન કરવું-અહો આમ હોવા છતાં મૂઢ જનેને વૈરાગ્ય કેમ થતું નથી?” હું કેણુ અને કયાંથી આવ્યું? મારી માતા કેણ અને મારા પિતા કેણુ?” આ પ્રમાણે વિચાર કરતાં આ લેકનો બધો વ્યવહાર સ્વપ્ન જે લાગે છે. વળી–સછિદ્ર કુંભમાં રહેલ જળની જેમ આયુ નિરતર ગળતું જાય છે અને વાયુથી ચલિત થયેલ દીપકકલિકાની જેમ લક્ષમી ચલાચલ છે. એ રીતે જગત સર્વ અનિત્ય હોવાથી હવે મારે આત્મા તેમાં રક્ત થતું નથી. હું હવે પૂર્વ પુરૂએ આચરેલા યતિધર્મને જ સ્વીકાર કરવા ઈચ્છું છું.” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી પોતાના હરિવિક્રમ નામના કુમારને રાજ્યપર બેસારીને રાજા પોતે તિલકાચાર્ય ગુરૂ પાસે દીક્ષા લઈ સાધુ થયા. હે ભદ્ર! તે ભુવનસાર રાજા હું પોતેજ છું અને એ મારા વૈરાગ્યનું કારણ છે.” આ પ્રમાણે કહીને પુન: મુનિ બોલ્યા કે - હે ભીમ! અંગીકાર કરેલ વ્રતમાં તારેનિચળ રહેવું. એટલે ભીમ બોલ્યો કે:-“હે પ્રભો! આપને આદેશ મને પ્રમાણ છે.” પછી મુનિને નમસ્કાર કરીને પર્ષદા બધી સ્વસ્થાને ગઈ અને ભીમ પણ દેવપૂજા, દયા, દાનાદિક અગણ્ય પુણ્ય કરતે યુવરાજ પદવી ભેગવવા લાગ્યા. તે એકદા ભીમકુમાર પોતાના મહેલમાં મિત્રો સાથે ક્રીડા કરતા હતો એવામાં ત્યાં એક કાપાલિક. આ, અને આશીર્વાદ દેવાપૂર્વક ભીમની પાસે બેસી તેને એકાંતે લઈ જઈને આ પ્રમાણે કહ્યું: P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust