________________ -~- ~ - ભીમકુમારની કથા. 73 ~~-~ચિંતવવા લાગ્યું કે –“આ શું કરશે?” એમ તે વિચારે છે, તેવામાં તેનું ખર્શ લઈને તે ભુજા ચાલતી થઈ. “આ લાંબી અને કૃષ્ણ ભુજા કેની હશે? અને તે કયાં જશે?” એમ વિચારતે ભીમકુમાર તરત કુદકો મારી તેની ઉપર ચડી બેઠે. આગળ ચાલતાં તે ભુજાપર બેઠેલ કુમાર અનેક નદી, પર્વત અને વન જેતે અનુક્રમે જ્યાં નાના પ્રકારનાં હાડકાંની ભીંતે ઉપર મનુષ્યના મસ્તકરૂપ કાંગરા કરેલા છે, જ્યાં કંકાલનાં દ્વારા બનાવેલાં છે, જ્યાં હાથીઓનાં દાંતના મેટા તારણ લટકાવેલાં છે, જ્યાં કેશપાશરૂપ દવા લટકી, રહી છે, જ્યાં કૃષ્ણ ચામર લંબાયમાન છે, જ્યાં વ્યાધ્રના ચર્મને ચંદરો કરવામાં આવેલ છે અને જ્યાં રૂધિરથી ભૂતળ રક્ત થઈ ગયેલું છે એવા કાલિકાભવનની પાસે તે આવી પહં. તે ભવનમાં મું. ડમાળા અને અસાધારિણી, કૂરાક્ષી અને મહિષપર બેઠેલી એવી કાલિકાની મૂર્તિ ભીમકુમારના જોવામાં આવી. તેની સમક્ષ તેજ શઠ, પાપિષ્ટ, દુષ્ટ, ધૃષ્ટ અને પાખંડી કાપાલિકને પિતાના ડાબા હાથમાં એક સુંદર નરને ધારણ કરીને ઉભે રહેલે દીઠે. જે ભુજાપર આરૂઢ થઈને ભીમકુમાર આવ્યા, તે પેલા કાપાલિકની જમણું ભુજા હતી. હાથમાં પકડેલ માણસનું એ શું કરશે તે ગુપ્ત રહીને જોઉં, પછી યાચિત કરીશ” એમ નિશ્ચય કરીને ભુજાપરથી નીચે ઉતરી કુમા૨ તેજ ભવનની પછવાડે ગુપ્ત રીતે છુપાઈ રહ્યો. પછી કાપાલિક તે ભુજા પાસેથી ખર્શ લઈને ડાબા હાથમાં પકડેલ પેલા નરને કહેવા લાગ્યું કે –“હે દીન! હવે અભીષ્ટ દેવતાને સંભારી લે, આ તરવારથી તારૂં શિર છેદીને હું દેવીની પૂજા કરીશ.” તે સાંભળીને તે નર બલ્ય કે –“ત્રિજગતના વત્સલ એવા વીતરાગનું મને શરણ થાઓ. તથા કુળકમથી આવેલા પરોપકારી, પુણ્યવાનું, મારા પ્રાણ કરતાં અધિક, દયાવાન અને જિનધર્મ રસિક-હરિવહન રાજાના પુત્ર અને મારા મિત્ર ભીમકુમારનું મને શરણ થાઓ, કે જેને મેં વાર્યા છતાં કાપાલિકની સાથે ક્યાંક ચાલ્યા ગયે. હવે તારે જે કરવું હોય તે કર.” એટલે પાખંડી બેલ્યા કે –“રે મૂર્ખ તેને 10 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust