________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર, સત્વર નાશ કર્યો છે તે જ સાત્ત્વિક, વિદ્વાન, તપસ્વી અને જિતેં– દ્વિય છે.” ઈત્યાદિ ધર્મદેશના સાંભળીને સર્વગિલ રાક્ષસ પ્રતિબંધ પામી બોલ્યો કે:-“હે ભગવન ! કુમારના પ્રભાવથી આ ગામના કેપરને તથા રાજા ઉપર કાપ હં સર્વથા તજી દઉં છું.” એમ કહે છે તેવામાં ત્યાં એક હાથી ગરવ કરતું આવ્યું, એટલે પર્ષદા બધી ક્ષેભ પામી. હાથીએ તો શાંત મનથી મુનિને વંદન કર્યું. પછી હાથીનું રૂપ સંહરીને પ્રત્યક્ષ ચલાયમાન કુંડળ વિગેરે ભૂષણયુક્ત યક્ષ થઈ ગયે. એટલે મુનિ બોલ્યા કે ––અહે! યક્ષરાજ ! તું ગજનું રૂપ કરીને પોતાના પુત્ર હેમરથની રક્ષા કરવા માટે ભીમકુમારને અહીં લાવ્યો હતો? " યક્ષ બે કે - હે ભગવન્! સત્ય છે. પૂર્વજન્મમાં હેમરથ મારો પુત્ર હતો, તેથી પૂર્વ ભવના સ્નેહને લીધે હેમરથની રક્ષા કરવા માટે ભીમકુમારને હું અહીં લાવ્યો હતો. પૂર્વ જન્મમાં સમ્યક્ત્વ અંગીકાર કરીને કુસંસર્ગથી મેં તેને દૂષિત કર્યું હતું, તેથી હું વ્યંતર થયે છું; માટે હવે ફરીને મને સમ્યકત્વ આપે.” એટલે મુનિરાજે તે યક્ષ, રાક્ષસ અને રાજા વિગેરેને વિધિપૂર્વક સમ્યકત્વ આપ્યું. ભીમે પાખંડીના સંસર્ગથી મલિન થયેલા સમ્યકત્વની શુદ્ધિ માગી, એટલે મુનિએ તેને આચના આપી. પછી કુમાર વિગેરે સર્વે મુનીશ્વરને નમસ્કાર કરીને હેમરથરાજાના મહેલમાં આવ્યા. - ત્યાં હેમરથરાજાએ કુમારને પ્રણામ કરીને વિજ્ઞપ્તિ કરી કે - “હે કુમાર ! હવે હું જે જીવું છું અને જે રાજ્યસંપત્તિ ભેગવું છું, તે તમારે જ પ્રભાવ છે. હું આપને આદેશકારી છું, છતાં હું એક વિજ્ઞપ્તિ કરું છું કે આ મારી મદાલસા નામે પુત્રી છે, તેનું તમે પાણિગ્રહણ કરે.” એટલે કુમારે તેના આગ્રહથી તેનું પાણિગ્રહણ કર્યું. એવામાં કાપાલિક સહિત વિશ ભુજાવાળી કાલિકા વિમાનમાં બેસીને ત્યાં આવી, અને કુમારને નમન કરીને બેઠી. પછી તે બોલી આપ.” એટલે ભી મુનિએ તે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust