________________ ભીમકુમારની કયા. જિતેંદ્રના પ્રણિધાનથી (ધ્યાનથી) અને ગુરૂને વંદન કરવાથી સછિદ્ર હસ્તમાં રહેલ જળની જેમ પાપ વધારે વખત રહી શકતું નથી.” પછી કુમાર, મંત્રી, રાક્ષસ અને હેમરથ રાજા-બધા તે મુનિની પાસે ગયા. તેમણે ભૂતલ પર શિર સ્પશીને મુનિને વંદન કર્યું. પરજનોએ પણ આવીને વંદન કર્યું. પછી મુનિએ દેશના આપી કે - " “હે ભવ્ય જન ! કષાયે–એ સંસારરૂપ કેદખાનાના ચાર ચેકીદાર છે, જ્યાં સુધી એ ચારે જાગ્રત હોય ત્યાંસુધી મનુષ્ય તેમાંથી છુટીને મેક્ષ કયાંથી મેળવે? હે ભવ્યાત્માઓ! તે ચાર કષાની વ્યાખ્યા આ પ્રમાણે છે-કોધ, માન, માયા અને લેભ-એ ચાર કષાયે કહેવાય છે. તે પ્રત્યેક સંજ્વલનાદિ ભેદથી ચાર ચાર પ્રકારે છે. સંજ્વલન કષાય એક પક્ષ સુધી, પ્રત્યાખ્યાન ચાર માસ સુધી, અપ્રત્યાખ્યાન એક વર્ષ સુધી અને અનંતાનુબંધી જન્મપર્યત રહે છે. એ કેધાદિ ચારે કષાનું સ્વરૂપ સમજીને તે તજવા લાયક છે. તેમાં કેધ બહુ ભયંકર છે; કહ્યું છે કે-“કેાધ વધારે સંતાપકારક છે, કોઇ વૈરનું કારણ છે, દુર્ગતિમાં રોકી રાખનાર ક્રોધ છે અને કેપ એ શમસુખની અર્ગલારૂપ છે.” “હે સાધો ! મનહર મિષ્ટાન્ન જમ, સુંદર જળનું પાન કર, તેવા તેવા રસોને પણ રેક નહિ, કાયકલેશ તજી દે, શરીરને પવિત્ર રાખ” આ કૂરકુંભાર્ષિને સુકર (સારી રીતે મળી શકે તે) ઉપદેશ છે, પણ તે દુર્ગતિએ લઈ જનાર છે. માટે હે મુને! કોઈને જય કર અને શિવસુખ કરનાર શમને ભજ. એજ મોક્ષને ઉપાય છે. વળી દ્રાક્ષ, ઈક્ષુ, ક્ષીર અને ખાંડ વિગેરે બલિષ્ઠ રસ જેમ સંનિપાતમાં દોષની વૃદ્ધિને કરે છે, એ પ્રમાણે પૂર્વોક્ત કષાયે પણ સંસારની વૃદ્ધિ કરનાર છે. વળી સિદ્ધાં. તમાં કહ્યું છે કે -માર્મિક વચનથી એક દિવસનું તપ હણાય છે, આક્ષેપ કરતાં એક માસનું તપ હણાય છે, શ્રાપ આપતાં એક વરસનું તપ નષ્ટ થાય છે અને હણવા જતાં સમસ્ત તપ ભસ્મીભૂત થઈ જાય છે. જેણે પોતાના ક્ષમારૂપ ખડ્રગથી ધરૂપ શત્રુને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust