________________ ભીમકુમારની કથા. છ૭ લાગે છે, કઈ પણ કારણથી તે આ સિંહનું રૂપ વિકુલ્લું જણાય છે. પરંતુ દેવ કવલાહાર કરતા નથી અને દેવને હિંસા કરવી પણ ઉચિત નથી. અથવા તો જે તને માનુષમાંસ ભક્ષણ કરવાની ઈચ્છાજ હોય તે હું તને મારા શરીરમાંથી માંસ આપું, તેનું તું ભક્ષણ કર, પણ એને છોડી દે. તે સાંભળીને સિંહ બોલ્યા કે– હે સજજન! તું કહે છે તે સત્ય છે, તથાપિ આણે પૂર્વભવે મને એવું દુઃખ દીધું છે કે જે કહી પણ ન શકાય. એ પાપીને હું સો ભવ પર્યત માર્યા કરું તે પણ મારે કેપ શાંત ન થાય. કુમાર બે કે:-“હે ભદ્ર! એ દીન દેખાય છે, દીનપર કોપ કેવો? એ દીનને મૂકી દે, વળી તું કષાયજન્ય પાપને દૂર કરીશ તે અન્ય ભવે મેક્ષે જઈશ.” ઈત્યાદિ યુક્તિથી સમજાવતાં પણ સિંહે તે પુરૂષને મૂક્યું નહિ. એટલે રાજકુમાર ચિંતવવા લાગ્યા કે –કે પાવિષ્ટ એવા આ દુને કેવળ તાડના કરવીજ ઉચિત છે.' પછી હાથમાં તલવાર લઈને સજજ થઈ કુમાર સિંડની સન્મુખ દેડ્યો, એટલે સિંહ પણ તે નરને પિતાની પીઠ પર નાખીને મુખ ફાડી કુમારની સામે દેશે. પરંતુ ભીમ તેને પિતાના હાથમાં પકડી લઈને મસ્તક પર ભમાવવા લાગ્યું. એટલે તે સિંહ તેના હાથમાંથી સૂક્ષ્મરૂપ કરીને અદ્રશ્ય થઈ ગયે. સિંહે પકડેલ પુરૂષ ત્યાંજ બેસી રહે. પછી ભીમે તેને હાથ પકડીને તેની સાથે રાજમંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં શૂન્ય રાજભવન જેતે તો તેની સાતમી ભૂમિકાએ તે ચડ્યો. ત્યાં કાષ્ઠની પુતળીઓએ તેને સૌરવ સુવર્ણમય આસન આપ્યું. ભીમકુમાર વિસ્મય પામીને ત્યાં બેઠે. ક્ષણવાર પછી સ્નાનસામગ્રી આવી એટલે કાષ્ઠપુતળીઓએ કહ્યું કે - “હે વિલે ! મજન કરે.” ભીમ બે કે - મારે મિત્ર મહિસાગર બંડાર બેઠો છે, તેને બોલાવે.” એટલે તેઓ તેને પણ લઈ આવી. પછી ભીમને મિત્ર સહિત સ્નાન અને દિવ્ય ભેજન તેમણે કરાવ્યું અને તેને એક શ્રેષ્ઠ પલંગ પર બેસાર્યો. ત્યાં તે આશ્ચર્યચકિત થઈને ચેતરફ જુએ છે, તેવામાં ચંચળ કુંડળ અને આભરણુ સહિત તથા ફરાયમાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust