________________ 76 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. manninn એણે મારી ઘણુ વિડંબના કરી, એવામાં મારા પુયોગે હે પ્રભે ! તમે અહીં આવી પહોંચ્યા.” પછી કાપાલિક બોલ્યો કે –“અહો ! સાત્ત્વિક શિરોમણિ! તેં કાલિકાને જે દયામય ધર્મ સંભળા, તેને હું પણ સ્વીકાર કરું છું. તું મને ધર્મદાન આપવાથી મારો ધર્મગુરૂ થયે છે, હું તારો સેવક છું, હું તને વધારે શું કહું? તું અતિશય દયાવાન હોવાથી હું તારી કેટલી સ્તુતિ કરૂં?” એમ બેલે છે એવામાં સૂર્યોદય થયે. તે વખતે સપ્તાંગ સજિજત અને માટે પર્વત જેવો એક હાથી ત્યાં આવ્યું, અને મંત્રી સહિત કુમારને પતાની સુંઢવડે ઉપાડી પોતાની પીઠ પર બેસાડી કાલિકાના મંદિ૨માંથી બહાર નીકળી તે આકાશમાં ઉડ્યો. એટલે કુમાર વિરમય પામીને બે કે:-“હે મંત્રીશ! જે, પૃથ્વીતલપર કેવા કેવા હસ્તી રત્ન જોવામાં આવે છે? આ આપણને લઈને કયાં જશે તે સમજાતું નથી. તે વખતે સર્વજ્ઞ વચનને મનમાં લાવીને મંત્રી બોલ્યા કે - હે કુમારેંદ્ર! એ હાથી જણાતું નથી, પણ તમારા પુણ્યથી પ્રેરિત કે દેવ જણાય છે, તેથી આપણને લઈને એને જ્યાં જવું હોય ત્યાં ભલે જાય. સર્વત્ર પુણ્યના પ્રભાવથી સારૂં જ થશે.” મંત્રીપુત્ર ને કુમાર આ પ્રમાણે વાત કરે છે એવામાં તે હાથી એક ક્ષણવારમાં આકાશથી નીચે ઉતરી એક નિર્જન નગરના મુખ્ય દ્વાર આગળ તેમને મૂકીને ક્યાંક ચાલ્યો ગયો. પછી મંત્રીને બહાર મૂકીને કૌતુકથી નિર્ભય અને નિઃશંક તે કુમાર એકાકી નગરમાં ચાલ્યું, ત્યાં અદ્વિપૂર્ણ અને મનહર એવા શૂન્ય હાટ અને ઘર જેતે જેતે નગરના મધ્ય ભાગમાં આવ્યું. એવામાં એક સિંહના મુખમાં સપડાયેલ પુરૂષને તેણે જે. કુમારે તેને જોઈને વિચાર કર્યો કે - “આ કંઇ પણ દિવ્ય પ્રભાવ છે?” એમ વિચારી તે વિનયપૂર્વક સિંહને કહેવા લાગ્યો કે:-“હે સિંહ ! આ પુરૂષને મૂકી દે.” એટલે સિંહ પણ તે પુરૂષને મોઢામાંથી કાઢી પોતાના બંને પગની વચમાં રાખીને સાશંકપણે ભીમને કહેવા લાગ્યું કે -અહા! સત્યરૂષ! ચિરકાળથી ક્ષુધાત એવા મને ભય મળ્યું છે તેને હું શી રીતે મૂકી દઉં ?" એટલે કુમાર બોલ્યા કે તું કઈ દેવ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.