________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. લક્ષણવંત જાને તેના શિરછેદથી મેં દેવીની પૂજા કરવાને પ્રારંભ કર્યોહતે, એવામાં તે મારા હાથમાંથી છટકીને કયાંક ચાલ્યા ગયે. તું પણ તેવાજ લક્ષણવાળે છે, માટે તેને સ્થાને હું તને અહીં લાવ્યું છું. હવે નિ:સત્વ એવા તેનું સ્મરણ કરવાથી શું? વળી દેવીએ મને કહ્યું કે –“તારે સ્વામી વિંધ્યાચળની ગુફા પાસે એક વેતાંબર સાધુ પાસે બેઠે છે.” સારા લક્ષણવાળું હોવાથી તેનું આ ખગ મેં અહીં મંગાવ્યું છે. અરે મૂર્ખ ! તે અહીં આવીને તારી શી રીતે રક્ષા કરશે?” આ પ્રમાણેના તેના આલાપ સાંભળીને અમર્ષથી પૂરિત ભીમકુમાર વિચારવા લાગ્યું કે –“આ પાપી મારા મિત્રનેજ વિડંબના પમાડે છે. પછી એક હાક મારી પ્રગટ થઈને તે બે કે –“અરે દુષ્ટ! સર્વ જંતુઓ પર સેમ્ય અને તારે સંહાર કરવામાં ભીમ-એવો તેજ ભીમ હું અહીં આવ્યો છું.” એટલે તે કાપાલિક મંત્રીપુત્રને મૂકીને ભીમની સન્મુખ આ. ભીમે પણ સાહસ પકડીને જરા નીચે નમી તેને પગમાંથી પકડીને તરતજ જમીનપર પાડી દીધો, અને કેશવડે પકડીને તેની છાતી પર જે પાદપ્રહાર કરે છે અને ભયબ્રાંત કરી મૂકે છે, તેવામાં દેવી આકુળવ્યાકુળ થઈને બેલી કે –“હે ભીમ ! એને માર નહિ. એ કાપાલિક મારે માટે ભક્ત છે. એ મસ્તકરૂપ કમળથી મારું અભિષ્ટ કરે છે. એકસો ને આઠ મસ્તકથી જ્યારે એ મારી પૂજા સમાપ્ત કરશે, ત્યારે હું સિદ્ધ થઈ પ્રત્યક્ષ રીતે એને મનવાંછિત આપનાર છું. હે વત્સ ! અત્યારે તું અચાનક અહીં આવી ચડ્યો છે, તારા પુરૂષાર્થથી હું સંતુષ્ટ થઈ છું, માટે તારી ઈચ્છા પ્રમાણે માગી લે.” એટલે ભીમ બોલ્યો કે:-“હે માત ! જે તું મારાપર સંતુષ્ટ થઈ મને પ્રિય આપવા ઈચ્છતી હોય તે મન વચન અને કાયાથી જીવહિંસાને ત્યાગ કર. હે માત ! સાંભળ-ધર્મનું બીજ જીવદયાજ છે, એનાથી સર્વ સમીહિત સિદ્ધ થાય છે, તારે પણ કેવળ દયાજ ધારણ કરવી જોઈએ. હિંસાથી આ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે, માટે છે માત ! હિંસા તજીને ઉપશમને આશ્રય કર.” આ પ્રમાણેના તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust