________________ 72 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર ~ ~~ ~ ~~~~~~ ~ ~~~~~~~~~~~~~~ ~~ ~ ~~ ~ પરાભવ પામેલા જી નરક અને તિર્યંચગતિમાં પરિભ્રમણ કરે છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે –“વિષયરૂપ વિષ તે હળાહળ છે, એ ઉત્કટ વિષયવિષને પીવાથી પ્રાણીઓ વારંવાર મરણ પામે છે. એ વિષયવિષથી અન્ન પણ વિશુચિકારૂપ થઈ જાય છે. કામ એ શલ્ય છે, તે એક પ્રકારનું વિષ છે, તે આશીવિષ સમાન છે, માટે તેને ત્યાગ કરવો, એનો ત્યાગ કરવાથી તિર્યએ પણ સ્વર્ગે જાય છે, માટે હે માતા ! તમારે એવું ન બોલવું. તમે તે મારી માતારૂપજ છે.” એમ કહી કુમાર તે દેવીના ચરણમાં પડ્યો, એટલે દેવી સંતુષ્ટ થઈને બોલી કે –“હે વત્સ! તું સાહસિકમાં અગ્રેસર છે, માટે વર માગ.” એટલે ભીમ બોલ્યો કે:-“હે માત ! તમારા પ્રસાદથી મારે બધું છે.” દેવીએ કહ્યું કે:-“હે વત્સ! તું અજેય થા.” કુમાર બોલે કે –“મારે જિનેશ્વરનું જ શરણ છે તેથી હું અજેયજ છું.” એટલે દેવી બોલી કે –“મારે પણ જિનેશ્વરનું જ શરણ છે.” આ પ્રમાણે તે બંને પરસ્પર વાર્તાલાપ કરતા હતા, એવામાં કયાંકથી મધુર ધ્વનિ ભીમના સાંભળવામાં આવ્યું, એટલે તેણે દેવીને પૂછયું કે:-“હે દેવી ! આ કોને ઇવનિ સંભળાય છે?” તે બોલી કે - આ વિધ્યા. ચળપર મુનિઓ ચાર માસના ઉપવાસી થઈને ચાતુર્માસ રહ્યા છે, તે ધન્ય મુનિઓ અત્યારે સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર છે (સ્વાધ્યાય કરે છે, તેમને એ ધ્વનિ છે.” ભીમ બોલ્યા કે –“તે હું ત્યાં જઈ તેમને વંદના કરીને મારા જન્મને સફળ કરૂં” દેવીએ તે વાત સ્વીકારી, એટલે ભીમ ત્યાંથી નીકળે અને દેવીએ બતાવેલા માર્ગે જ્યાં વિવિધ આસનનો અભ્યાસ કરતા તે તપેધન (મુનિઓ) બેઠા હતા, ત્યાં જઈને તે સાધુઓને વંદન કર્યું. એવામાં તે યક્ષિણ પણ પરિવાર સહિત મુનિઓને વંદન કરવા આવી, પછી ત્યાં દેવી અને કુમાર બંને ધર્મધ્યાનમાં લીન એવા સાધુઓને વંદન કરીને સ્વાધ્યાય સાંભળી અનુમોદન કરવા લાગ્યા. એવામાં ભીમે આકાશમાંથી ઉતરતી એક મહાભુજા જોઈ. તે કાળના દંડની જેમ અકસ્માત્ કુમારની પાસે પડી. એટલે ભીમ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust