________________ ભીમ કુમારની કથા. રૂ આકાશ જેવું મેટું પિતાનું રૂપ કરી કેપથી વ્યાપ્ત થઈ વિકટ ગરવ કરતે તે ભીમને કહેવા લાગ્યો કે:-“હે બાળ! પરાકમથીજ તારૂં મસ્તકે મારે લેવું છે, પણ જે સ્વયં તું તારૂં શિર આપીશ તે આવતા ભવમાં સુખી થઈશ.” આ પ્રમાણે સાંભળીને ભીમ બોલ્યો કે –“રે ચંડાળ ! પાખંડિક! માયિક ! હવે તે હું તને મારવાનો જ છું.” એટલે પાખંડીએ ભીમ ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો, ભીમ તે શસ્ત્રને ઘા ચૂકાવીને હાથમાં કૃપાને કંપાવતે તરત કુદકે મારીને તેના સ્કંધપર ચડી બેઠે. તે વખતે કરવાલરૂપ સકુરાયમાન જિહાવાળા સિંહની જેમ તેને અંધપર આરૂઢ થયેલે ભીમકુમાર અધિક શોભવા લાગે. પછી ભીમ વિચારવા લાગ્યું કે“હું આને મારી નાખું ?" પુન: વિચાર કર્યો કે:-કપટથી શા માટે મારૂં ? જે જીવતે રહીને મારી સેવા સ્વીકારતો હોય તો વધારે સારૂં.” એમ કુમાર વિચારે છે એવામાં તે કાપાલિકે તેને બે પગવડે પકડીને આકાશમાં ઉછાળે. આકાશમાંથી પડતાં તેને કોઈ યક્ષિણું કરસંપુટમાં અધર ઝીલી લઈ પોતાના મંદિરમાં ઉપાડી ગઈ. ત્યાં ઉંચા, મનહર અને વિસ્તીર્ણ એવા દિવ્ય રત્નમયસિંહાસન પર બેસાડીને દેવી કુમારને કહેવા લાગી કે –“હે સુભગ! આ વિંધ્યાચલ પર્વત છે, તેની ઉપર આ મારૂં વિકલું ભવન છે અને હું કમલા નામે યક્ષિણ અહીં ક્રિડાને માટે રહું છું. આજે હું મારા પરિવાર સહિત અષ્ટાપદ પર્વતપર ગઈ હતી, ત્યાંથી પાછી વળતાં મેં કાપાલિકે આકાશમાં ઉછાળેલા એવા તને જે, તેથી નીચે પડતાં તને કરસંપુટમાં યત્નથી ઝીલી લઈને મેં બચાવ્યું. અત્યારે હું દુવાર મન્મથના શરઘાતથી વ્યાકુળ થઈ ગઈ છું, માટે તેનાથી મારું રક્ષણ કર. હું તારે શરણે આવી છું. વળી આ મારે બધો પરિવાર તારા સેવકતુલ્ય છે. માટે હે સુભગ! તું મારી સાથે યથેચ્છ દિવ્ય ભોગ - ગવ.” આ પ્રમાણે દેવીનું વચન સાંભળીને કુમાર બોલ્યો કે:-“હે દેવી ! સાંભળ-હું મનુષ્ય છું અને તું દેવાંગના છે, તે આપણે સંકેગ કેમ બને? વળી વિષયે પ્રાંતે ભયંકર દુઃખ આપે છે, વિષયથી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust