________________ ભીમ કુમારની કથા. પછી કુમાર, મંત્રી અને સામંતાદિ સહિત રાજા મુનીંદ્રને વંદન કરવા ગયે. ત્યાં ઉત્તરાસંગ કરી અંજલિપૂર્વક ગુરૂમહારાજને વંદન કરીને રાજા યથાસ્થાને બેઠે. ગુરૂમહારાજે દુરિતનો ઇવંસ કરનારી ધર્મલાભરૂપ આશીષ આપી. પછી તેમણે આ પ્રમાણે ધર્મદેશના આપી: હે ભવ્યજને ! જેમ કેઈ કાચબો અગાધ સરોવરમાં રહેતો હતો, ત્યાં વાયુથી શેવાલ દૂર થઈ જતાં તે અવકાશમાંથી તેણે ચંદ્રમાને છે, પરંતુ પુન: વાયુવડેજ તે અવકાશ શેવાલથી પૂરાઈ જતાં તે કાચબાને ચંદ્રના દર્શન દુર્લભ થઈ પડ્યાં, તેમ પ્રાણને મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ સમજવી. જેને અનુત્તરવિમાનવાસી દેવતાઓ પણ પ્રયત્નથી પામી શકે છે, એવા આ માનવભવને પામીને ઉત્તમ જનોએ શિવમાર્ગમાં અવશ્ય યત્ન કરો.” ઈત્યાદિ બહુધા ગુરૂકથિત ધર્મદેશના સમ્યફ પ્રકારે સાંભળીને ભાલતલપર અંજલિ રચીને રાજા ગુરૂને ભક્તિપૂર્વક નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરવા લાગ્યું કે:-“હે પ્રભો! હું યતિધર્મ ગ્રહણ કરવામાં અશક્ત છું; માટે કૃપા કરીને મને ગૃહસ્થ ધર્મ આપ, એટલે ગુરૂમહારાજે રાજાને સમ્યકત્વમૂળ બાર વ્રતરૂપ ગ્રહથધર્મ આપે. રાજાએ તે ધર્મને સમ્યગરીતે સ્વીકાર કર્યો. ભીમકુમાર પણ તે દેશના સાંભળીને શ્રદ્ધાયુક્ત થયે, એટલે ભીમકુમારને યોગ્ય * જાણુને પુનઃ મુનીંદ્ર બોલ્યા કે –“હે ભીમ ! સાંભળ:“ધર્યો રહ્યા નનન, વન શિક રાઇવિનોનઃ | શ્રદ્ધાતિવદ્યુમેણં, પુરવાનિ નિવિજાત્યાન” | “દયા એ ધર્મની માતા છે, કુશળ કર્મને વિનિયોગ એ તેને પિતા છે, શ્રદ્ધા એ તેની વલ્લભા છે, અને સમસ્ત સુખે એ તેના અપત્ય છે.” માટે હે ભીમ ! તારે સર્વદા દયા પાળવી. નિરપરાધી જીની હિંસા ન કરવી, અને મૃગયા–શિકાર વિગેરેને તે સર્વથા તારે અભ્યાસજ ન કર.” પછી ભીમે નિરપરાધી જીવોના વધનું પ્રત્યાખ્યાન કર્યું અને સમ્યક્ત્વ પણ પામે, એટલે પુનઃ મુનિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust