________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર. પર, વૃક્ષપર, શૈલપર, પ્રાસાદપર કે હાથી પર આરોહણ કરવાનું જેવામાં આવે અથવા પોતાનું રૂદન કે અગમ્ય સ્થાનમાં ગમન જે. વામાં આવે તો તે મરણ સૂચક છે. વસ્ત્ર, અન્ન, ફળ, તાંબૂલ, પુષ્પ, દીપ, દધિ, વજા, રન, ચામર અને છત્ર—એ જે મંત્રથી મેળવેલા સ્વપ્નમાં જોવામાં આવે તે ધનપ્રદ થાય છે. દેવનું દર્શન થાય તો તે ધન્ય છે અને અર્ચન તે વિશેષે ધન્ય છે. રાજ્યલાભ, પયપાન અને સૂર્ય તથા ચંદ્રના દર્શનથી લક્ષમીને લાભ થાય છે. પોતાને તૈલ અને કુંકુમથી લિપ્ત, ગીત નૃત્યમાં તત્પર અથવા હસતે જુએ તો તે દુઃખદ થાય છે. આ પંડિતોક્તિ અન્યથા ન સમજવી. વિશેષમાં , પ્રશસ્ત શુકલ બધું શુભ છે અને નિંદ્ય કૃષ્ણ બધું અશુભ છે. હે દેવ! ઈત્યાદિ સ્વપ્નશાસ્ત્રમાં બહુ વાત કહેલી છે. આ પ્રમાણે સાંભળીને રાજાએ પુન: પૂછયું કે –“આજ રાત્રે સ્વપ્નમાં પેતાના ઉલ્લંગમાં રાણુએ સિંહ જ છે, તે હે પંડિત ! તેનું શું ફળ પ્રાપ્ત થશે ?" એટલે તે બે કે હે રાજન્ !તમને પુત્રને લાભ થશે.” પછી રાજાએ અત્યંત સંતુષ્ટ થઈ તે બ્રાહ્મણને સન્માનપૂર્વક બહુ ધન આપીને વિસર્જન કર્યો. અનુકમે રાણીએ સારા સમયે અતિ તેજસ્વી પુત્રને જન્મ આપે. એટલે કુળક્રમાનુસારે ઉત્સવપૂર્વક રાજાએ તે પુત્રનું ભીમ એવું નામ રાખ્યું. તે ભીમકુમાર પાંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતો અનુક્રમે માતપિતાના મનોરથની સાથે વૃદ્ધિ પામવા લાગ્યો. તેને બુદ્ધિસાગર મંત્રીના પુત્ર અતિસાગરની સાથે મિત્રાઈ થઈ. તે તેને પરમ ઈષ્ટ અને પરમ વલ્લભ થઈ પડ્યો. એક ક્ષણવાર પણ તે તેના વિયેગને સહન કરી શક્તા નહિ. અનુક્રમે ભીમ કુમાર શાસ્ત્ર અને શસ્ત્રાદિ કળામાં પ્રવીણ થયે. એકદા રાજ રાજસભામાં પુત્રની સાથે ઉચિતાસન પર બેઠે હતો, એવામાં વનપાલકે આવીને વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિન ! દિવ્ય વાણુવાળા દેવચંદ્ર મુનીદ્ર ચંપક ઉધાનમાં પધાર્યા છે.” તે સાંભળી હર્ષથી રોમાંચિત થઈને રાજાએ એક મુગટ સિવાય બધા અલંકારે પોતાના અંગપરથી ઉતારીને તેને ઈનામમાં આપી દીધા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust