________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર, ધનદત્ત ગ્રહિતપણાથી તેને ઓળખી શક્યો નહિ એટલે લઘુ ભ્રાતાએ તેને નવલિકા આપી. તેને જોતાંજ તે સાવધાન થઈ ગયો અને તે નવલિકાને ચુંબન અને આલિંગન દેવા લાગે. પછી બંને ભાઈ અન્ય સ્નેહાલિંગન કરીને ઘરે આવ્યા. ત્યાં બધા સ્વજન મળ્યા અને મુદિત થયા. પછી સ્નાન, ભેજન કરી જ્યેષ્ઠ ભ્રાતાએ પૂછ્યું કે:-“હે બધે! તે શું ઉપાર્જન કર્યું?” એટલે લઘુ બંધુ બે કે –“હે બંધે! સાધર્મિવાત્સલ્યાદિકમાં મેં બહુ ધનનો વ્યય કર્યો, તે મેં ઉપાર્જન કર્યું અને એજ મારી મુખ્ય નવલિકા જાણવી.” ષ્ટ બંધુએ કહ્યું કે-“જે, મેં તે બહુ ધન ઉપાર્જન કર્યું.”નાને ભાઈ બેલ્યો કે:-“હે બ્રાત! તે બહુ ધન ઉપાર્જન કર્યું, પણ તે બધું ગુમાવ્યું, અને પુન: મારા પુણ્યથી તને પ્રાપ્ત થયું.” આ પ્રમાણે કહેવાથી ધનદત્ત સમયે. પછી પુણ્યકાર્ય કરીને તે બંને ભાઈ સુખી થયા અને પરભવમાં દેવગતિને પામ્યા. તે માટે હે ભવ્ય જનો ! સાંભળે-જેમ એક કાકિણી નિમિત્તે તે ધનદત્ત હજાર રત્ન હારી ગયા, તેમ પુષ્પમાળા, ચંદન, વનિતા અને ધનાદિકના સુખે કાકિણરૂપ છે, તેને માટે આ જીવ સહસ્ત્ર રત્ન સમાન મોક્ષસુખ હારી જાય છે, માટે ભવ્ય જનોએ ધર્મને માટે યત્ન કરો અને પ્રમાદને સર્વથા ત્યાગ કરે. કારણકે - પ્રમાદ પરમ શ્રેષી છે, પ્રમાદ પરમ રિપુ છે, પ્રમાદ મુક્તિના ચાર છે અને નરકના સ્થાનરૂપ છે.” માટે ધર્મ કરે. તે ધર્મ યતિધર્મ અને ગૃહસ્થ ધર્મ-એમ બે પ્રકાર છે. તેમાં યતિધર્મ દુષ્કર છે અને શ્રાવકધર્મ બાર વ્રતરૂપ સુકાર છે. તેમાં મુખ્ય પાંચ આગવ્રત છે તે આ પ્રમાણે છે: -અહિંસા એટલે પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મિથુનવિરમણ અને પરિગ્રહનું પ્રમાણુ અથવા વિરમણ. તેમાં પ્રથમ પ્રાણાતિપાતવિરમણ વ્રતનું ફળ શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલ છે –“કૃપાવડે આદ્ર ચિત્ત રાખવાથી દીર્ઘ આયુષ્ય મળે છે, શ્રેષ્ઠ શરીર અને ઉચ્ચતર ગેત્ર, ઘણું ધન અને બહુ બળ મળે છે, ઉંચા પ્રકારનું સ્વામિત્વ, અખંડ આરોગ્ય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust