________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ચળપર જઈને વેપાર કરવા લાગ્યો, ત્યાં તેણે પંદર વર્ષમાં એક હજાર રત્ન ઉપાર્જન કર્યા, પછી તેણે ચિંતવ્યું કે –“હવે હું ઘરે જાઉં, વ્યાપારથી સર્યું.” એમ નિશ્ચય કરીને તે પોતાના ગામ તરફ ચાલ્યું. બધાં રત્નો એક નવલિકા (વાંસળી) માં ભરી તેને કટી પર બાંધીને તે તૈયાર થઈ એક સારા સાથે સાથે ચાલતાં પોતાના નગરની પાસેના ગામમાં આવ્યું. ત્યાં તે ભેજન કરવા રેકાણે, અને એક દુકાન પર નવલિકા મૂકીને ભેજનને માટે અન્નાદિ સામગ્રી લઈ તે સરોવરને કાંઠે ગયે. તે વખતે તેના હાથમાં એક કાણું કેડી રહી હતી, તેને જમીન પર મૂકી અન્ન પકાવી જમીને દુકાન પરથી નવલિકા લઈ કેડપર બાંધીને તે પિતાના નગર ભણું ચાલ્યું, પણ પેલી કાણું કેડી સરોવરની પાળે મૂકી હતી તે ત્યાંજ વિસરી ગયો. રસ્તે જતાં હવે માત્ર થડે દિવસ જ બાકી હતો, તેથી તે ઉતાવળે જવા લાગ્યું. એવામાં તે કેડી યાદ આવી એટલે “અરે ! મારે હવે શું કરવું? કેડી તે ત્યાંજ રહી ગઈ, માટે હું પાછો લેવા જાઉં.” એમ નિશ્ચય કરીને ત્યાં પીપળાના વૃક્ષ નીચે એક ખાડો ખોદી તેમાં નવલિકા મૂકીને કેડી લેવાને તે પાછા વળે, ત્યાં જઈ કેડી લઈને જેટલામાં પાછો વળે, તેવામાં રાત પડી એટલે તેજ ગામમાં રાત્રિ રો હવે તે વખતે કોઈ કઠીઆરે તે વૃક્ષ ઉપર બેઠો હતો. તેણે તે ખાડામાં નવલિકા રાખતાં તેને જે, એટલે તેના ગયા પછી તે બહાર કહાડી પોતાને ઘેર લઈ જઈને દીવાના પ્રકાશમાં તે બધું જેવા લાગ્યું. તે મૂર્ખશેખર કંઈ પણ જાણ ન હતો, તેથી તેણે વિચાર્યું કે –“અરે! શું આ કાચના કટકા હશે ? એનું મારે શું પ્રયેાજન છે? પ્રભાતે કેઈને પણ આપી દઈશ, એટલે તે મને આના બદલામાં કંઈક અનાદિક આપશે.” એમ વિચારીને લાકડાને ભારે માથે લઈને અને પેલા ધનદત્તના નામવાળી નામયુક્ત તે નવલિકાને વસ્ત્રને છેડે બાંધીને તે નગરસન્મુખ ચાલ્યું. અહીં લધુ ભ્રાતા દેવદત્ત પોતાને ઘેર બેઠે છે, ત્યાં તેને તેની માતાએ કહ્યું કે:-“હે વત્સ! તારે માટે ભાઈ ધર્મદર દેશાંતર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust