________________ 58 શ્રી પાર્શ્વનાથ ચરિભાષાંતર nnnnn આ “નિંત નીતિનિgT યાદ્રિ વા તવંતુ, . लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् / अद्यैव वा मरणमस्तु युगांतरे वा, न्यायात्पथः प्रविचलंति पदं न धीराः"॥ નીતિનિપુણ જન ભલે નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષમી સ્વેચ્છાએ આવે કે ભલે ચાલી જાઓ, અને મરણ આજેજ આવે કે યુગના અંતે આવો–તથાપિ ધીર પુરૂષ ન્યાયમાથી કદિપણ ચળાયમાન થતા નથી.” આ નીતિવાક્યને તેણે હૃદયમાં ધારણ કરી રાખ્યું હતું. અનાસક્ત મનથી પદ્માવતીની સાથે વિષયસુખ ભેગવતાં તે રાજાને ધરણગ નામે પુત્ર થયે. અનુક્રમે રાજ્ય ભેગવતાં ઘણું વર્ષો વ્યતિત થઈ ગયા. એકદા નગર બહાર નંદનવન નામના ઉદ્યાનમાં ભવ્યજનોરૂપ કમળને પ્રફુલ્લિત કરતા, પાપને વાત કરતા અને ગ્રામાનુગ્રામ વિચરતા વિજયભદ્ર નામે આચાર્ય પધાર્યા. તેમની સાથે સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર એવા અનેક સાધુઓ હતા. વનપાળકે આવીને કિરણગ રાજાને વિજ્ઞપ્તિ કરી કે;–“હે રાજેદ્ર! આજ આપના નંદનવન ઉદ્યાનમાં બહુ મુનિઓથી પરિવૃત્ત વિજયભદ્ર આચાર્ય પધાર્યા છે. તે સાંભળીને રાજાએ હર્ષ પામી તેને વધામણી આપી. પછી ઉદ્યાનમાં જઈને તેણે સર્વે મુનિઓને ભક્તિપૂર્વક વંદન કર્યું. નગરલોક પણ ગુરૂને વંદન કરવા આવ્યા. એટલે રાજા અને લોકેના અનુગ્રહ નિમિત્તે ગુરૂમહારાજે ધર્મદેશના આપવાનો પ્રારંભ કચી: " आसाद्यते भवांभोधौ, भ्रमद्भिर्यत्कथंचन / मुग्धैस्तत्माप्य मानुष्यं, हा रत्नमिव हार्यते " // “ભવસાગરમાં ભમતાં મહાકટે માનવભવ પામીને અહે! મુગ્ધજને રતન હારી જાય તેમ તેને હારી જાય છે. તેમજ:–“આ અપાર સંસારમાં કઈ રીતે મનુષ્યભવ પામીને જે પ્રાણી વિષયસુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust