________________ કાકિણી નિમિત્તે રનહારકની કથા. ખની લાલચમાં લપટાઈને ધર્મ સાધતે નથી, તે મૂર્ખશિરોમણી સમુદ્રમાં બૂડતાં શ્રેષ્ઠ નાવને મૂકીને પાષાણને બાથ ભરવા જેવું કરે છે.” વળી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે જેમ કાકિણી (કેડી)ને માટે મોટે ભાઈ સહસ્ત્ર રત્ન હારી ગયો અને કાચી કેરીનું ભક્ષણ કરવા જતાં રાજા રાજ્યને હારી ગયે, તેમ વિષયસુખને નિમિત્તે જીવ નરભવ હારી જાય છે. આ સંબંધમાં કહેલ દષ્ટાંત નીચે પ્રમાણે છે - સેપારક નગરમાં બે ભાઈઓ રહેતા હતા, ધનદત્ત અને દેવદત્ત નામના તે બંને ભ્રાતા શ્રાવક હતા અને પરસ્પર સ્નેહપૂર્વક વ્યાપાર કરતા હતા. તેમાં લઘુ બંધુ જિન ધર્મમાં અત્યંત આ સક્ત હતા, તે બે વખત જ પ્રતિકમણ કરતે, ત્રિકાળપૂજા કરતો અને સામાયિક આવશ્યક તથા પૈષધાદિક કરતે અને વ્યાપાર પણું કરતે હતે. એકદા મટે ભાઈ નાના ભાઈને કહેવા લાગ્યો કે - “હે બાંધવ! હાલ તે લક્ષમી ઉપાર્જન કર, પછી વૃદ્ધપણામાં ધર્માનુષ્ઠાન કરજે.”એટલે લઘુ બંધુ બોલ્યા કે હે ભ્રાત ! મારૂં કથન સાંભળ. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે - " यावत्स्वस्थमिदं शरीरमरूनं यावजरा दूरतो, यावञ्चें दियशक्तिरप्रहिता यावत्क्षयो नायुषः। आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान् , संदीप्ते भवने तु कूपखननं प्रत्युद्यमः कीदृशः"॥ “જ્યાં સુધી આ શરીર નિરોગી અને સ્વસ્થ છે, જ્યાં સુધી જરા દૂર છે, ઇન્દ્રિયોની શક્તિ કાયમ છે અને જ્યાં સુધી આયુષ્ય ક્ષીણ થયું નથી, ત્યાંસુધીમાંજ સુજ્ઞજને આત્મકલ્યાણને ઉધમ કરી લેવા. આગ લાગે ત્યારે પછી કો ખોદવો એ ઉધમ શા કામને?” એકદા મોટા ભાઈએ કહ્યું કે:-“હું દ્રવ્ય ઉપાર્જન કરવા દેશાંતર જઈશ. આ ધન અને ઘર બધું તારે સંભાળવાનું છે, માટે કાળજી રાખજે.” એમ કહીને તે દેશાંતર ચાલ્યું. અનુક્રમે રેહણ P.P.AC. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust