________________ ભીમ કુમારની કથા. અને ત્રણે જગતમાં અતિશય પ્રશંસા પ્રાપ્ત થાય છે, તેમજ સંસારસાગર સુતર (સુખે તરી શકાય તે) થાય છે. વળી:-ધન, ધેનુ અને ધરાના આપનારા વસુધા પર સુલભ છે, પણ પ્રાણુઓને અભય આપનાર પુરૂષ લેકમાં દુર્લભ છે. મનુષ્ય કૃમિ, કીટ અને પતંગ તથા તૃણ અને વૃક્ષાદિકમાં પણ સર્વત્ર દયા કરવી, કારણકે પિતાના આત્મા પ્રમાણે બીજાને પણ સમજે.” તે વ્રતમાં આ પ્રમાણે પાંચ અતિચાર તજવાના કહેલા છે:–“વધ, બંધન, છવિ છેદ, અતિભાર આરોપણ યા પ્રહાર અને અન્નાદિકનો નિરોધ–એ પાંચ અતિચાર પણ હિંસારૂપ કહ્યા છે.” તેની વ્યાખ્યા આ પ્રમાણે છે:-“વધ એટલે ચતુષ્પદાદિકને નિર્દય થઈને મારવું તે. બંધ એટલે રજજુ વિગેરેથી નિર્દય રીતે તેમને બાંધવું તે. છવિચ્છેદ એટલે કાન, નાસિકા, ગળું, કંબળ અને પુછાદિકને છેદવું તે. પ્રહાર એટલે નિર્દય રીતે દંડાદિકને પ્રહાર કરે છે અથવા અતિભારાપણ તે તેની શક્તિને વિચાર ન કરતાં તેના પર બહુ ભારનું આરોપણ કરવું તે. અને ભક્તપાન . નિષેધ એટલે યોગ્ય અવસરે તેને ભક્તપાનનો નિષેધ કરે તે. એ પાંચ અતિચારો ત્યાજ્ય છે. જે પ્રાણ પોતે જીવરક્ષા કરે છે અને બીજા પાસે પણ કરાવે છે, તે ભીમકુમારની જેમ અદ્દભૂત સમૃદ્ધિને પામે છે. તેની કથા આ પ્રમાણે છે:– આજ ભરતક્ષેત્રમાં કમલપુર નામે નગર છે. ત્યાં પ્રજાપાલક અને ન્યાયનિષ્ઠ એવો હરિવાહના નામે રાજા રાજ્ય કરતે હતો. તેને શીલ–અલંકારથી વિભૂષિત મદન સુંદરી નામની વલ્લભા પટરાણ હતી. તે એકદા સુખે સુતી હતી એવામાં પોતાના ઉત્સંગમાં રહેલા સિંહને સ્વપ્નમાં જોઈને તેણે તે હકીકત રાજાને નિવેદન કરી, એટલે રાજા પણ તે સાંભળીને આનંદ પામ્યું. પછી પ્રભાતકૃત્ય કરી સભામાં આવીને રાજાએ સ્વપ્નશાસ્ત્રમાં વિશારદ એક બ્રાહ્મણને બોલાવીને આસન આપી બેસાડીને પૂછયું કે –“હે નિમિત્તજ્ઞ! સ્વનેનાં ફળ કહો” એટલે બ્રાહ્મણ બોલ્યો કે:–હે નરેંદ્ર ! સાંભળ-શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે કે જે સ્વપ્નમાં ગાયપર, બળદ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust