________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. vvvvvvvv ધિઓ વધે નહીં અને ઇન્દ્રિયે હાની પામે નહીં, ત્યાં સુધીમાં ધર્મ સાધી લે.” ખરેખર! તે જ મહાનુભાવ પુણ્યવંત છે, કે જેમાં રાજ્યને તજીને સદ્ગુરૂની પાસે વ્રત અંગીકાર કરે છે. હું અન્ય રાજ્યલંપટ છું. હવે મારૂં યવન તે વ્યતિત થઈ ગયું છે, તેથી વગર વિલંબે મારે પ્રવ્રયા લેવી ગ્ય છે. ભાર્યા સુત અને આ રાજ્યાદિક કેના? (મારાં નહીં).” આ પ્રમાણે વિચાર કરતો રાજા વૈરાગ્યવારિધિપર ચડો, અને સ્વજને સમક્ષ તેણે પંચમુષ્ટિ લેચ કરવાનો આરંભ કર્યો. એ રીતે રાજાને વિરક્ત અને વાત્સુક જોઈને અંતઃપુરજને અત્યંત દુ:ખિત થઈને કહ્યું કે:-“હે પ્રાણપ્રિય ! તમારી રાજ્યપરિ ત્યાગની વાતુલ્ય વાર્તા સાંભળીને અમારું હૃદય શતખંડ થઈ જાય છે. હે સ્વામિન્ ! હે જીવિતેશ્વર ! પ્રસન્ન થાઓ, અને એ આગ્રહ મૂકી દો. એ કર્કશ તપ ક્યાં? અને આ સુકુમાળ એવું તમારું શરીર કયાં? માટે આ રાજ્ય ભોગ અને પ્રજાનું પાલન કરે. તથા સુભટની રક્ષા કરે.” એ પ્રમાણે પ્રબળ સનેહને વશ થયેલી પિતાની વલ્લભાઓને જોઈને તેને પ્રતિબોધવા રાજા બોલ્યો કે હે પ્રિયાઓ સાંભળે:– “જન્મકુવં કરવું, મૃત્યુ પુનઃ પુનઃ. संसारसागरे घोरे, तस्माज्जागृत जागृत" // . “આ ભયંકર સંસારમાં જન્મ, જરા અને મરણનું દુ:ખ વારંવાર પ્રાણપર તરાપ મારે છે, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ.’ આ દેહમાં રહેલા કામ, ક્રોધ, અને લોભરૂપ તસ્કરો તારૂં જ્ઞાનરત્ન હરી લે છે, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ. માતા, પિતા, ભાયા, ભાઈ, ધન અને ગૃહ–એમાંનું તારું કશું નથી, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ. વ્યવહારની બહુ કાળજી રાખતાં અને આશાથી બંધાતાં મનુષ્ય પોતાનું ક્ષણે ક્ષણે ક્ષીણ થતું આયુષ્ય જોઈ શકતા નથી, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ. હે ચેતન ! જરા, વ્યાધિ અને મૃત્યુ-એ ત્રણે તારી પછવાડે લાગ્યા છે, માટે પ્રમાદ ન કર અને વિચાર કર્યા વિના જાગૃત થઈને પલાયન કર. આ ભાગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust