________________ 45 શ્રી પાર્શ્વનાથને પૂર્વભવ. સન્મુખ જુએ છે તેવામાં તે તે બધું એકાએક પવનથી વિખરાઈ ગયું. એટલે પાછું આકાશનું હતું તેવું સ્વરૂપ થઈ ગયું. તે જોઈને વે. રાગ્ય પામેલો રાજા બોલ્યા કે અહા! બહુ આશ્ચર્યની વાત છે કે તેવા પ્રકારનું ઘનવૃંદ વાયુથી ઉડેલ અર્કના તુલની જેમ ક્ષણવારમાં દષ્ટનષ્ટ થઈ ગયું. અહે! જેમ એ અભ્રપટલ તેમ સંસારમાં બીજું બધું ક્ષણવિનશ્વર છે.” કહ્યું છે કે - . " विद्युदुद्योतवल्लक्ष्मी-रिष्टानां संगमाः पुनः / मार्गस्थतरूविश्रांत-सार्थसंयोगसंनिभाः" // લક્ષ્મી વીજળીના ચમકારા જેવી છે, અને માર્ગમાં રહેલ વૃક્ષતળે વિશ્રામ લેનારા મુસાફરોના સંગ જે ઈષ્ટ સમાગમ છે.” વળી જે પ્રભાતે હોય છે તે બપોરે જોવામાં આવતું નથી અને જે બપોરે જોવામાં આવે છે તે રાત્રે દેખાતું નથી. એ રીતે આ સં. સારમાં પદાર્થોની અનિત્યતા દેખાય છે. રમણીય જણાતું તારૂછય ઇંદ્રચાપની જેવું ક્ષણિક છે, પ્રિયજનના નિર્વાહમાં સ્નેહને રંગ પણ પતંગના રંગ જે છે. વિષયે બધા આપાતમધુર (શરૂઆતમાં મધુર) પણ પ્રાંતે દારૂણ છે. અહે! આ સંસારમાં સાચું કંઈજ જોવામાં આવતું નથી. સંસાર સદા અસારજ છે. પ્રતિક્ષણે ક્ષીણ થતું આ શરીર પ્રાણુના લક્ષ્યમાં આવતું નથી, પરંતુ તે જળમાં રહેલા કાચા કુંભની જેમ ક્ષણે ક્ષણે ગળી જાય છે. પગે પગે આઘાત પામતા વધ્ય જનની જેમ દિવસે દિવસે મૃત્યુ પ્રાણીની પાસે પાસે આવે છે. અને અહો! માતા, પિતા, ભાઈ, પ્રિયા અને પુત્રના દેખતાં આ પ્રાણ શરણરહિત થઈ પોતાના કર્મવેગે યમને ઘેર ચાલ્યો જાય છે, અર્થાત મૃત્યુ પામે છે. એ પ્રમાણે આ સંસારમાં બધું અનિત્ય જ છે. કહ્યું છે કે - " जरा जाव न पीडइ, वाही जाव न वडइ / जाव इंदिया न हायंति, ताव धम्मं समायरे" // હે પામર પ્રાણું! જ્યાં સુધી તને જરા સતાવે નહીં, વ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust