________________ vanvvvvvvv 10 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. mann સંબદ્ધ ન બેલે!” એટલે મુનિ બોલ્યા કે –“હે ભદ્ર ! મને વૃતનું દાન આપતાં તેં દેવલોકનું આયુષ્ય બાંધ્યું છે, પણ હવે કુવિકલ્પ કરવાથી તું અર્ધગતિ બાંધે છે.” એટલે તે શ્રાવક પુનઃ બે કે - હે મહાત્મન ! હવે ફરીને દાન દઉં કે જેથી ઉત્તમ ગતિ બંધાય.” મુનિ બોલ્યા કે -ભથી (આશીભાવથી) તેવું ફળ ન થાય!” પછી અનુક્રમે મરણ પામીને તે ધન્ય આઠમા સહસ્ત્રાર નામના દેવલોકમાં દેવતા થયે અને ફરી પણ વિકલ્પ રહિત સુપાત્રદાન આપતાં પરિણામે તે મુક્તિ પામે.” આ પ્રમાણે અરવિંદ રાજષિની સાથે રહેવાથી સાગરદત્ત સાર્થવાહ દરરેજ ધર્મશિક્ષા સાંભળવા લાગ્યું. પરિણામે કલ્પવૃક્ષની પ્રાતિ સમાન ગુરૂસંગ પામીને તે સાથેવાહ સર્વથા મિથ્યાત્વ તજીને સમ્યકત્વ પામે. અનુક્રમે અરવિંદમુનિની સાથે ચાલતાં જે વનમાં મરૂભૂતિને જીવ ગજરાજ થયે છે તે વનમાં સાગરદત્ત સાર્થવાહ સાથે સહિત આવ્યું. ત્યાં નજીકમાં એક મેટું સરોવર હતું, તે કમળવનમાં ભમતાં ભ્રમરનાં ગુંજારવના મિષથી આતિથ્ય કરવા જાણે મુસાફરોને બેલાવતું હોય તેવું જણાતું હતું, શબ્દાયમાન હંસ, સારસ અને ચક્રવાક પક્ષીઓ જાણે તેના ગુણ ગાતા હોય તેમ જણાતું હતું અને મુનીશ્વરેના મનની જેવા સ્વચ્છ જળથી તે ભરેલું હતું. તે સરેવરપર સાર્થને નીર, ઈધન વિગેરેથી અન્નપાચનાદિ ક્રિયા કરવા લાગ્યા. એવામાં મરૂભૂતિ કરીશ્વર હાથણીઓથી પરિવૃત્ત થઈને તે સરોવરમાં પાણી પીવા આવ્યા. ત્યાં જળપૂર્ણ સરોવરમાં હાથણીઓ સાથે બહુ કાળ રમીને બહાર આવી તે સરોવરની પાળપર ચડ્યો. ત્યાં દિશાઓને અવલોકતાં તે સાર્થને જેવાથી કૃતાંતની જેમ મુખ અને નેત્રને તામ્ર કરી શ્રવણયુગલને નિષ્પકંપ કરતે, શુંડાદંડને કુંડળાકાર કરતે, ગર્જનાથી દિશાઓને પૂરતો તે હાથી સાથે જનેને ત્રાસ પમાડવા લાગ્યા તેથી પુરૂષ, સ્ત્રીઓ, વાહનો અને કરભાદિક બધા દશે દિશામાં પલાયન કરવા લાગ્યા. એ અવસરે જ્ઞાનવાન અરવિંદરાજર્ષિ જ્ઞાનથી તે હાથીને બેધકાળ જાણીને ત્યાં કાર્યોત્સર્ગો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust