________________ પાર્શ્વનાથને પૂર્વભવ. તેની ઉપરના નવ રૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનના દેવો અપ્રવિચાર એટલે વિષયવૃત્તિ વિનાના અને તેનાથી અનંતગુણા સુખી હોય છે.” - હવે તે દેવ દેવી સાથે કઈવાર નંદીશ્વર દ્વીપે જઈને શાશ્વત જિનપ્રતિમાના અર્ચન અને ગીતગાનથી, કેાઈવાર મહામુનિઓની ઉપાસનાથી, કઈવાર નંદનવનની દીર્ઘકાઓમાં જળકીડા કરવાથી અને કોઈ વાર ગીત વાજિત્રના નિત્ય મહત્સવ રૂપ મહારસથી આનંદ મેળવતો હતો અને તેની સાથે સ્વેચ્છાએ ક્રીડા કરતે હતે. ત્યાં વિષયસુખ ભેગવતાં તેમને અસંખ્યાત કાળ વ્યતીત થયે. અહીં કેટલાક સમય વ્યતિત થયા પછી કુટેરગ મરણ પામીને ધૂમ્રપ્રભા નામની પાંચમી નરક પૃથ્વીમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળે નારકી થયે. ત્યાં પાંચમી નરકની વિવિધ પ્રકારની વેદના તે સહન કરવા લાગ્યું. સિદ્ધાંતમાં કહ્યું છે કે નરકમાં નારક જી પરમ તીણ અને મહાભયંકર એવા જે દુખ સહન કરે છે તેનું કરડ વરસે પણ કેણ વર્ણન કરી શકે? અગ્નિદાહ, સામલિના વૃક્ષપરથી પતન, અસિવનમાં ભ્રમણ અને વૈતરણીમાં વડન તેમજ પ્રહારશત સહન વિગેરે નારકજી જે વેદના સહન કરે છે તે સર્વ પૂર્વભવમાં કરેલા પાપનું–અધર્મનું ફળ છે. કમઠને જીવ નારકી થચેલે ત્યાં અલ્પકાળ પણ શાંતિ પામ્યું નહીં. . | ‘સૂર્ય જેમ નિત્ય સમસ્ત અંધકારને હરે છે, તેમ પૂર્વ સં. ચિત તમારા દુરિતને સર્વ દિશાઓમાં મેઘની જેમ નિરંતર અત્યંત ગજારવ કરતા શ્રી પાર્શ્વનાથ રૂપ કરી (હસ્તી) પોતાની શુડાથી દૂર કરે” દેવસુખમાં નિમગ્ન થયેલે, સુરેદ્રને પૂજ્ય, રૈલોક્યથી જેમના ચરણ વંદિત છે એ, વિષયવાસના નષ્ટ થવાથી પ્રધાન ભુવનમાં પ્રસિદ્ધ અને નામથી મહેંદ્રતિલક એ તે પાર્શ્વજિનને વિશદ છવ જયવંત વર્તો. // इति श्रीतपगच्छे श्रीजगचंद्रसरिपट्टपरंपरालंकारश्रीहेमविमलम्रिसंतानीयश्रीहेमसोमसूरिविजयराज्ये पंडितश्रीसंघवीरगणि. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust