________________ પાર્શ્વનાથને પૂર્વભવ. 51 રહ્યા. તે હાથી પોતાના જાતિવભાવથી કોધાવેશવડે દૂરથી તે મુનિની સન્મુખ દે. પણ તેમની નજીક આવતાં તેમની તપશ્રીના પ્રભાવથી જાણે અંજાઈ ગયેલ હોય તેમ તે મુનિની સમક્ષ એક નૂતન શિષ્ય ની જેમ ઉભા રહ્યા. એટલે તેના ઉપકારને માટે કાર્યોત્સર્ગ મારીને તે મુનિ શાંત અને ગંભીર વાણીથી હાથીને પ્રતિબંધ આપવા લાગ્યા –“હે ગજેંદ્ર! તું પિતાના મરૂભૂતિના ભવને કેમ સંભારતે નથી? અને મને અરવિંદરાજાને કેમ એળખતે નથી? પૂર્વે મરૂભૂતિના ભવમાં અંગીકાર કરેલ આહંત ધર્મને કેમ ભૂલી જાય છે? હે ગજરાજ! એ બધું સંભાર! શ્વાપદ જાતિથી થયેલ આ મહજન્ય અજ્ઞાનને તજી દે.” આ પ્રમાણેનાં તે મુનિનાં અમૃત સમાન વચનનું કર્ણપટથી પાન કરતાં તે ગજરાજ શુભ અધ્યવસાયથી તત્કાળ જાતિસમરણ પામે–એટલે હર્ષાશ્રુથી લોચનને આદ્ધ કરી, દરથી શરીરને નમાવી, પોતાની સુંઢથી મુનિરાજના ચરણયુગલને સ્પર્શ કરી, સંવેગને પામેલ તે ગજરાજે મસ્તક નમાવીને તે મુનિરાજને નમસ્કાર કર્યો. એટલે પુનઃ તે મુનિ ગજેંદ્રને કહેવા લાગ્યા કે –“હે ગજરાજ! સાંભળ. આ નાટક સમાન સંસારમાં જીવ નટની જેમ અનેક પ્રકારનાં રૂપ ધારણ કરે છે. તું પૂર્વ ભવમાં બ્રાહ્મણ અને તત્વજ્ઞ શ્રાવક હતું, અને અત્યારે સ્વજતિના અજ્ઞાનથી મૂઢાત્મા હાથી થયે છે. હવે તે સંબંધી બહુ ખેદ કરવાથી સર્યું. હવે તે હે ગજરાજ! પૂર્વજન્મ - પ્રમાણે તું વિષય અને કષાયને સંગ તજી દે અને સમતારસને ભજ. અત્યારે તું સર્વવિરતિ પાળવા સમર્થ નથી, તથાપિ આ ભવમાં દેશવિરતિ ધારણ કરી શકાય છે, માટે પૂર્વ ભવે અંગીકાર કરેલ બાર વ્રતરૂપ શ્રાવક ધર્મ તને પ્રાપ્ત થાઓ.” આ પ્રમાણે અરવિંદરાજર્ષિએ કહેલ ધર્મનું રહસ્ય શ્રદ્ધાસહિત સુંઢના અગ્રભાગથી તેણે સ્વીકારી લીધું. વરૂણ હાથણી પણ તેની જેમ જાતિસ્મરણ પામી; એટલે તેને સ્થિર કરવા મુનિરાજે ફરી પણ એકવાર ધર્મોપદેશ આપે. પછી ગજરાજ શ્રાવાક થઈ મુનિને નમસ્કાર કરીને પરિવાર સહિત સ્વસ્થાને ગયે. એટલે પુનઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust