________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર, બધા લોકો ત્યાં એકત્ર થયા, અને તે હાથીના બધથી વિસ્મય પામી કેટલાક જનોએ દીક્ષા લીધી અને કેટલાક શ્રાવક થયા. તે વખતે સાગરદત્ત સાર્થેશ પણ જિનધર્મમાં દઢાશયવાળે થયે. પછી તે અરવિંદરાજર્ષિએ અષ્ટાપદ પર્વત પર જઈને બધી જિનપ્રતિમાઓને વંદન કર્યું, અને ત્યાં અનશન કરી કેવળજ્ઞાન પામીને અચલ, અર્જ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિક એવા સિદ્ધિસ્થાનને પ્રાપ્ત થયા. ' - હવે પેલો કુંજર શ્રાવક થઈને સમભાવને ભાવતે, જીવદયા પાળતે, ષષ્ઠાદિ તપ કરતે, સૂર્યના કિરણેથી ગરમ થયેલ અચિત્ત જળપાનથી અને શુષ્ક પત્રાદિકથી પારણું કરતો હાથણુઓ. સાથેની ક્રિીડાથી વિમુખ થઈ મનમાં વિરક્ત ભાવ લાવીને આ પ્રમાણે વિચારવા લાગ્યું કે:-અહે! જેઓ મનુષ્યભવ પામીને પ્રત્રજ્યા ધારણ કરે છે તે પુરૂષને ધન્ય છે. ગત ભવમાં મનુષ્યજન્મ પામીને હું વૃથા હારી ગયે. હવે શું કરું? અત્યારે તે હું પશુ છું.” આ પ્રમાણે ભાવના ભાવતાં અને જેવા તેવા વન્ય આહારથી કુક્ષિ પૂરણ કરતાં, રાગદ્વેષને વર્જતાં, અને સુખ દુઃખમાં સમભાવ ધારણ કરતાં તે ગજેંદ્ર વખત ગાળવા લાગ્યો. * હવે કમઠ રેષને લીધે મરૂભૂતિનો વધ કરવાથી ગુરૂથી અપમાન પામતે અને બીજા તાપસોથી નિંદાતો વિશેષ આર્તધ્યાનને વશ થઈ મરણ પામીને કુર્કટ જાતિને (ઉડતો) સર્પ થયે. તે અટવીમાં પોતાના દર્શન માત્રથી પણ સર્વ પ્રાણીઓને ભયંકર થઈ પડ્યો. તે દાઢ, પક્ષવિક્ષેપ, નખ અને પોતાની ચંચથી જતુઓને યમની જેમ સંહાર કરતો હતે. એકદા સરોવરમાં સૂર્યથી સંતપ્ત થયેલ પ્રાસુક જળ પીવા આવેલા તે ગજરાજને ત્યાં આવી ચડેલા પેલા પાપી કુર્કટે જ. એવામાં દેવગે પાણી પીતાં તે હાથી કાદવમાં મગ્ન થઈ ગયે, અને તપથી શરીર અશક્ત થયેલું હોવાથી તેમાંથી નીકળવાને અશક્ત થઈ ગયે. તેને પિલે સર્પ કુંભસ્થળપર ડા, એટલે આખા શરીરમાં તેનું વર્ષ પ્રસર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust