________________ શ્રી પાર્શ્વનાથને પૂર્વભવ. જવા જે સ્થાને વિસામો ખાવા કેમ બેઠે છે? ઈંદ્ર અને ઉપેદ્રાદિ પણ બધા મરણના પંજામાં ફસાય છે, તે અહો ! તે કાળની પાસે આ પ્રાણીઓને કણ શરણભૂત છે? દુઃખરૂપ દાવાનળની પ્રજવલિત જવાળાથી ભયંકર ભાસતા આ સંસારરૂપ વનમાં બાળમૃગની જેમ પ્રાણુઓને કેણ શરણ છે? કેઈ નથી.” આ પ્રમાણેના સંવેગના રંગથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને મેહનીય કર્મને ક્ષપશમ થતાં તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે પોતાના પુત્ર મહેંદ્રને રાજ્યપર બેસાડી રાજાએ પિતે ભદ્રા ચાર્ય ગુરૂની પાસે જઈ દીક્ષા અંગીકાર કરી, અનુક્રમે તે અગ્યાર અંગ અને ઐાદ પૂર્વ ભણ્યા. પછી ગુરૂની આજ્ઞા લઈને નિર્મમ, નિરહંકારી, શાંતાત્મા અને નૈરવ રહિત એવા તે રાજર્ષિ એકલવિહારી અને પ્રતિમા ધર થઈ ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહેવા લાગ્યા, તથા શત્રુ મિત્રમાં સમાન વૃત્તિવાળા, અને કાંચન–પાષાણમાં તુલ્ય બુદ્ધિવાળા એવા તે મહાત્માને વસતિમાં કે ઉજડમાં, ગામમાં કે નગરમાં કયાંઈ પણ પ્રતિબંધ રહ્યા નહીં. તેઓ એક માસનમણે પારણું, બે માસનમણે પારણું, ત્રણ માસખમણે પારણું, એમ અનુક્રમે બાર માસનમણે પારણું કરતા હવા. એવા ઉગ્ર તપથી નાના પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થતાં તે પુણ્યાત્મા ના દેહ તુષ જે હલક ( શુષ્ક) થઈ ગયે. તે વખતે તેમને શું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. એકદા તે અરવિંદષિ અષ્ટાપદની યાત્રા કરવા ચાલ્યા. રસ્તે જતાં તેમને વ્યાપારને માટે પરદેશ જતે સાગરદત્ત નામને સાથે વાહ મળે. એટલે સાગરદત્તે તે મુનીશને પૂછયું કે તમે કયાં જશે?’ મુનિ બોલ્યા કે - અષ્ટાપદપર ભગવંતને વંદન કરવા જશું.” સાથે શે પુન: પૂછયું કે –હે સાધે! તે પર્વત પર કયા દેવ છે ? તે ચૈત્ય ને મૂત્તિ કોણે કરાવ્યાં છે અને તેમને વંદન કરવાથી ફળ શું પ્રાપ્ત થાય?” એટલે અરવિંદ રાજર્ષિએ તેને આસભણી જાણીને કહ્યું કે –હે મહાનુભાવ! ત્યાં દેવના સર્વ ગુણથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust