________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. - - તો તા થાઉં . હિત માસ અને તેની સ્તવના સાંભળીને આનંદિત તેમજ હર્ષિત થઈ તેની નજીકમાં આવીને કહેવા લાગ્યો કે:-“હે ધાર્મિક ! હું તને વંદન કરું છું. આજ મારાં નેત્ર અને કર્ણને પારણું થયું છે, માટે કહે–તને જે જોઈએ તે હું આપું. અદશ્યકરણ, કુજરૂપકરણ, પરકાય પ્રવેશ-વિગેરે બહુ વિદ્યાઓ જગતમાં છે, પણ ભૂતલપર આકાશગામિની વિદ્યા તે સર્વમાં દુર્લભ છે, માટે એ વિદ્યા તું લે, તું યેાગ્ય છે, તેથી તે લઈને તું મારું પ્રિય કર.” ગંધાર શ્રાવક બે કે:-હે ભદ્ર! મારે અન્ય વિદ્યાનું શું પ્રજન છે? મને એક ઘર્મવિદ્યાજ કાયમ હે.” એટલે વિદ્યાધર બે કે –“હું જાણું છું કે- સંતેષી છે, તથાપિ સ્વધાર્મિકપણાથી હું તને એ વિદ્યા અર્પણ કરૂં છું અને કૃતાર્થ થાઉં છું.” શ્રેષ્ઠીએ તેનું વચન અંગીકાર કર્યું, એટલે વિદ્યારે પણ તેને વિધિ સહિત મંત્ર આપે અને પછી તે બંને સ્વસ્થાને ગયા. પોપકારી ગંધાર શ્રાવક સુખે સમય ગાળવા લાગ્યા. કેટલાક કાળ ગયા પછી ગંધારને વિચાર થયે કે:-“અરણ્યના પુષ્પની જેમ મને આપેલ મંત્ર વૃથા ન થાઓ.” એમ વિચારીને તેણે પોતાના સકંદિલ મિત્રને વિધિસહિત તે મંત્ર આપે, પછી તે સ્કંદિલ વિદ્યા સાધવાને માટે બધી સામગ્રી લઈ રાત્રે સ્મશાનની પાસેના ઉદ્યાનમાં ગયો. ત્યાં બળીદાન વિગેરે આપીને એક વૃક્ષની નીચે તેણે બળતા ખેરના અંગારાથી પરિપૂર્ણ એક કુંડ રો. પછી તે વૃક્ષની શાખા પર ચડીને શીંકું બાંધ્યું અને નીચેના અગ્નિકુંડ ઉપરની તે વૃક્ષની શાખાપરે ચડીને શીંકામાં બેઠે. પછી એક સે આઠવાર અક્ષત મંત્રજાપ કરીને જેટલામાં છુરીથી શીકાનું એક દેરડું કાપે છે, તેવામાં નીચે અંગારા જોઈને મનમાં શંકા થઈ કે - શીંકાના ચારે દેરડા અનુક્રમે કાપી નાખતાં મંત્રસિદ્ધિ નહીં થાય તો નિશ્ચય અગ્નિપતન થશે. માટે વૃથા પ્રાણુ શા માટે ગુમાવવા ? જીવન મરાતાાન પરૂપતિ જીવતો નર સેંકડો કલ્યાણ પામે આ પ્રમાણે વિચાર કરી તે શીંકા પરથી ઉતરી ગયે. અને કિંકત્તવ્યતા–મૂઢ થઈ વિચારવા લાગ્યો કે:- આવી દુર્લભ સામગ્રી ફરી ક્યાં મળવાની છે? માટે શું કરું ?" એમ ચિંતવીને ફરીને પાછા P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust