________________ 3 - * લલિતાંગ કુમાર કથા. ભાવના, ભક્તિ, જિનશાસનમાં કુશળતા અને તીર્થસેવા એ સમ્યકેવના પાંચ ભૂષણ કહેલા છે. આ પ્રમાણેની ધર્મદેશના સાંભળીને લલિતાંગરાજા બેલ્ય કે:-“હે ભગવન્! હું પ્રવજ્યા ગ્રહણ કરવાને અશક્ત છું, માટે મને દેશવિરતિ આપો.” એટલે ગુરૂમહારાજ બોલ્યા કે - પ્રથમ સમ્યકત્વને અંગીકાર કર.” પછી લલિતાંગરાજાએ સમ્યકત્વ અંગીકાર કર્યું, એટલે ગુરૂ બોલ્યા કે –“હે મહાનુભાવ! મિથ્યાત્વ સર્વથા ત્યાગ કરવા એગ્ય છે.” કુદેવમાં દેવબુદ્ધિ, કુગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અધ માં ધર્મબુદ્ધિ તે મિથ્યાત્વ કહેવાય છે, તેને અને તે સમ્યકત્વના આ પ્રમાણેના પાંચ અતિચારે છે તેને ત્યાગ કરે - " संका कंख विगिच्छा, पसंस तह संथवो कुलिंगीसु / सम्मत्तस्तइयारे, पडिक्कमे देसियं सव्वं " // એજ નીચેના લેકમાં કહે છે" शंका कांक्षा विचिकित्सा, मिथ्यादृष्टि प्रशंसनम् / तस्य संस्तवश्व पंच, सम्यक्त्वं दूषयंत्यमी" // શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાષ્ટિની પ્રશંસા અને તેને પરિચય એ પાંચ અતિચાર સમ્યકત્વને દૂષિત કરે છે.” માટે એ શંકાદિક ચારથી તેની રક્ષા કરવી. અન્ય મંત્રી પણ શંકા કરવાથી સિદ્ધ થતા નથી. તેના સંબંધમાં એક દષ્ટાંત કહું છું તે સાંભળઃ - “વસંતપુરનગરમાં ગંધાર નામે શ્રાવક રહેતું હતું, તે દેવપૂજા, દયા, દાન અને દાક્ષિણ્યાદિ ગુણેથી વિભૂષિત હતે. તે પ્રતિદિન પૂજાની સામગ્રી લઈને દૂરના ઉદ્યાનમાં જિનચૈત્યમાં જિનપૂજા કરવા જતો હતો. ત્યાં જિનપૂજા કરીને નિરંતર એકમનથી તે ભાવના ભાવતું હતું. એકદા જિનેશ્વરને અભિષેક કરી સુગંધી કુસુમાદિકથી અચીને રોમાંચિત થઈ તે ઉત્તમ સ્તવનેથી જિનસ્તુતિ કરવા લાગ્યું, એવામાં કઈ મડા જૈન પરમ શ્રાવક એક વિદ્યાધર ત્યાં જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરવા આવ્યા, તે ગંધાર શ્રાવકને જોઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust