________________ લલિતાંગ કુમાર કથા. 3 . કલ્યાણરૂચિ પ્રાણ, ગુણરાશિના કીડાસદન સમાન સંઘની સેવા કરે છે તેની પાસે લક્ષ્મી સ્વયમેવ આવે છે, કીર્તિ તરત તેનું આલિંગન કરે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવાની ઉત્કંઠાથી પ્રયત્ન કરે છે, સ્વર્ગલક્ષમી તેને આલિંગન કરવા ઈચ્છે છે અને મુક્તિ તેને વારંવાર જોયા કરે છે. કેમાં રાજા શ્રેષ્ઠ, તે કરતાં ચકવતી શ્રેષ્ઠ, તે કરતાં ઇંદ્ર શ્રેષ્ઠ અને સર્વ કરતાં લકત્રયના નાયક એવા જિનેશ્વર શ્રેષ્ઠ, ગણાય છે. તે જ્ઞાનના મહાનિધિ જિનેશ્વર પણ શ્રીસંઘને પ્રતિદિન નમસ્કાર કરે છે. માટે જે વૈરસ્વામીની જેમ શ્રી સંઘની ઉન્નતિ કરે છે તે વસુધાપર પ્રશસ્ય છે.” લલિતાંગરાજા નિત્ય ધર્મકૃત્ય કરતાં કાળ વ્યતીત કરવા લાગ્યું એકદા સંસારની અસારતા ભાવતાં તે રાજાએ શ્રેષ્ઠ રત્નના - સ્તંભથી શોભિત, સુવર્ણની ભીંતથી દેદીપ્યમાન, કુરાયમાન મણિના બનાવેલા ઉત્તાન અને સુંદર સોપાનથી વિભૂષિત, સવાંગ સુંદર, પવિત્ર, પુણ્યના મંદિર તુલ્ય, રંગમંડપ, સ્નાત્રમંડપ, અને નૃત્યમંડપ વિગેરે ચેરાશી મંડપથી મંડિત અને દિવ્ય શિખરેથી અખંડિત-એવું એક સુંદર જિનેંદ્રભવન કરાવ્યું અને ત્યાં શ્રી આદિનાથના બિંબની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવીને સ્થાપના કરી. પછી ત્યાં વિધિપૂર્વક સ્નાત્ર કરી, સચંદન અને કપૂરથી મિશ્ર સુગંધી દ્રવ્યોથી વિલેપન કરી, ભક્તિપૂર્વક આભૂષણ પહેરાવી, શતપત્ર, ચંપક, જાઈ વિગેરે પુરપાથી તે બિંબની ચર્ચા કરીને રાજાએ કૃષ્ણાગરૂને ધૂપ ઉખેળ્યા. પછી ઉત્તરાસંગ કરી શુદ્ધ પ્રદેશમાં સ્થિત થઈ જિનેંદ્રની સમક્ષ ભૂમિ ઉપર જાનુયુગલ સ્થાપી ત્રણવાર પ્રણામ કરી અંજલિ જેડીને તે રાજા આ પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરવા લાગે –“હે યુગાદિ પરમેશ્વર ! હે ત્રિભુવનાધીશ! તમે જયવંતા વર્તે. હે રૈલોકયતિલક ! તમે જય પામે. હે વીતરાગ ! આપને નમસ્કાર થાઓ. હે સ્વામિન! હે જગન્નાથ ! હે પ્રણતપાળ ! તમે પ્રસન્ન થાઓ. હે જંગમ કલ્પવૃક્ષ ! હે વિશે મને આપનું શરણ થાઓ. હે સદાનંદમય! હે સ્વામિન્ ! હેકરૂણાસાગર! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust