________________ - wwwwwwwwwwખન લલિતાંગ કુમાર-કયાંતર્ગત મંત્રસાધક કથા. 7 ~શીંકાપર બેઠે, પણ પાછી તે જ પ્રમાણે મનમાં શંકા આવી. એમ ચડ ઉતર કરવા લાગ્યો. એવામાં કોઈ ચાર રાજાના મહેલમાંથી અલંકારને કરંડી લઈને ત્યાં આવ્યું. તેના પગને અનુસારે પાછળ લાગેલા રાજપુરૂષે પણ તે વનમાં ચેરને ગયેલો જાણુને વનને ઘેરીને ઉભા રહ્યા. પછી ઉત જેવાથી તે ચેરે ઉદ્યાનમાં કંદિલ પાસે જઈને સર્વ સમાચાર પૂછયા. તેના પૂછવાથી તેણે બધું સત્ય કહી દીધું. એટલે ચારે વિચાર કર્યો કે;-“ગંધાર જિનધર્મમાં સ્થિરધાર્મિક શ્રાવક છે, માટે તેનું કથન યુગાંતે પણ અસત્ય ન હોય.' એમ વિચારીને રે કહ્યું કે મને તે મંત્ર કહે અને આ રત્નને કરંડીયો ગ્રહણ કર, કે જેથી હું તે મંત્ર સાધીને તેની ખાત્રી કરી આપું.” એટલે સ્કંદિલે પણ કેતુકથી એકાગ્રતા પૂર્વક તે મંત્ર તેને યથાતથ્ય કહી બતાવ્યું. પછી તે ચરે શીકાપર બેસીને એકમનથી તે મંત્રને 108 વાર પાઠ કર્યો. પ્રાંતે સાહસ પકડીને તેણે શીંકાના ચારે દેરડા એકી સાથે કાપી નાંખ્યા, એટલે વિદ્યાની અધિષ્ઠાયક દેવીએ સંતુષ્ટ થઈને તેને વિમાન રચી આપ્યું. ચાર પણ તે વિમાન પર બેસીને તરત ગગનમાર્ગે ચાલતો થયો. પ્રભાત સમયે આયુધ સહિત રાજપુરૂષ વનમાં ચોરને શોધવા લાગ્યા, એટલે કરંડી આ સહિત સ્કંદિલ તેમના જેવામાં આવ્યું. તેને જોતાંજ તેઓ બોલ્યા કે:-“ અરે ! આને પકડે, બાંધો, તેજ આ ચોર છે.” એમ બોલતા તે સુભટે સ્કંદિલને બાંધીને રાજા પાસે લઈ ગયા. તે વખતે વિદ્યાધર થયેલ ચાર એકમેટી શિલા વિકુવી રાજાની ઉપર આકાશે રહીને બોલ્યો કે:-“આ કંદિલ મારે ગુરૂ છે તેથી જે એનું વિપરીત કરશે તેની ઉપર હું આ શિલા નાખીશ.” તે સાંભળીને બધા લેકે ભય અને ત્રાસ પામ્યા. રાજા સસંભ્રમ ભયભીત થઈને આ પ્રમાણે છે કે –“હે ખેચરાધીશ! એ તમારા ગુરૂ શી રીતે? તે કહે.” એટલે ચેરે બધો વૃત્તાંત કહી બતાવ્યું. તે સાંભળીને બધા વિસ્મય પામ્યા. પછી રાજાએ કં. દિલને સન્માનપૂર્વક તેને ઘરે મોકલ્યો.” જેમ શંકાથી સ્કંદિલને વિવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust