________________ 38 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભાષાંતર www^ ~~~ ~~ ~~~~ ~~ ~ સિદ્ધ ન થઈ. તેમ શંકા કરવાથી સમ્યકત્વ પણ નષ્ટ થાય છે, એમ સમજીને સમ્યકત્વને નિઃશંક મનથી ધારણ કરવું. ચારિત્રયાન ભગ્ન થતાં ભવ્ય જીવ સમ્યકત્વરૂપ ફલકથી પણ તરી જાય છે. નિસર્ગરૂચિ પ્રમુખ દશ રૂચિ સમ્યકત્વધારી પુરૂષે અંતરમાં ધારણ કરવી, તે આ પ્રમાણે - (1) જિનેશ્વરેએ દ્રવ્ય, ક્ષેત્રાદિ જે ભાવ કહ્યા છે, તેને તેવી જ રીતે જે સ્વયમેવ શ્રદ્ધે છે તેને નિસર્ગરૂચિ જાણ. (2) જે પર એવા છઘસ્થ જનથી ઉપદેશ પામી તે ભાવેને ભાવથી માને છે તેને ઉપદેશરુચિ સમજ. (3) જેના રાગ, દ્વેષ, મેહ અને અજ્ઞાન ક્ષય થયા છે એવા સર્વજ્ઞની આજ્ઞામાં જે રૂચિ કરે તેને આજ્ઞારૂચિ કહે. (4) અંગે પાંગ પ્રવિષ્ટ જ્ઞાનથી જે શ્રુતનું અધ્યયન કરીને સમ્યકત્વને અવગાહે છે તેને સૂત્રરૂચિ જાણ. (5) એકપદને પ્રાપ્ત કરીને ઉદકમાં તૈલબિંદુની જેમ જે સમ્યકત્વને અનેક રીતે સમજે છે તેને બીજરૂચિ સમજ. (6) જેણે શ્રી સર્વને સમસ્ત આગમ સ્પષ્ટાર્થથી જોયા હોય તેને આગમજ્ઞ જન અભિગમરૂચિ કહે છે. (7) દ્રવ્યોના સમસ્ત ભાવે બધા પ્રમાણે અને નથી જે સમજી શકે તેને વિસ્તારરૂચિ જાણ. (8) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સમિતિ અને ગુપ્તિ-વિગેરે ક્રિયામાં જે સદા તત્પર હોય તેને ક્રિયારૂચિ જાણ. (૯)જે ભદ્રક ભાવથી માત્ર આજ્ઞા માનવાવડેજ જેન છે અને કુદષ્ટિમાં જેને કદાગ્રહ નથી તે સંક્ષેપરૂચિ સમજો. (10) જે જિનેશ્વર ભગવતે કહેલ શ્રુત, ચારિત્ર અને અસ્તિકાય (ષડ્રદ્રવ્ય) સંબંધી ધર્મની પૂર્ણ શ્રદ્ધાવાળો હોય તેને ધર્મચિ કહે. આ પ્રમાણે સર્વ ભેદનું મૂલ કારણ મન છે. માટે સુજ્ઞજનેએ તે મનનેજ એકતાનવાળું કરવાની જરૂર છે.' આ પ્રમાણે ગુરૂના મુખથી ઉપદેશ સાંભળીને લલિતાંગ રાજાનું મન સમ્યકત્વમાં નિશ્ચળ થયું. ગુરૂવચનરૂપ અમૃતથી સિદ્ધ થયેલ તે સાત ક્ષેત્રમાં ધન વાપરવા લાગ્યો અને વિશેષ સંઘભક્તિ કરવા લાગ્યું. સંઘભક્તિ કરવાથી બહુ લાભ થાય છે. કહ્યું છે કે –“જે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust